Western Times News

Gujarati News

હળવદ હાઈવે પર ક્રુઝર-આઈશર વચ્ચે અકસ્માત સર્જાતા,ડ્રાઈવર સહીત આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

વધુ સારવાર અર્થે બે યુવતીઓને સુરેન્દ્રનગર  ખસેડાઈ

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, હળવદથી પસાર થતો અમદાવાદ -કચ્છને જોડતો ફોર લેન હાઈવે હોવાને લીધે અવાર-નવાર અહી નાના-મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. આવો જ એક અકસ્માત હળવદ સ્થીત મોરબી-માળીયા ચોકડી પાસે મંગળવારે આઈશરને ક્રુઝર વચ્ચે સર્જાતા ક્રુઝરમા જઈ રહેલી હળવદ સ્થીત આસ્થા સ્પીનટેક્ષમા નોકરી અર્થે અપ-ડાઉન કરતી આઠ યુવતી સહીત ડ્રાઈવર નાની-મોટી ઈજાઓ થતા,તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા,જેમા સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી.પરંતુ,બે યુવતીઓને વધુ ઈજા જણાતા ફરજ પરના ડોકટર દ્રારા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર મોકલી દેવામા આવેલ હતા.

જયારે,ઈજાગ્રસ્તોમા ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગરના ડ્રાઈવર પ્રવીણભાઈ ગોવિંદભાઈ. ગોપાલગઢના રસીલાબેન નટુભાઈ, કુડાના કાજલબેન પ્રવીણભાઈ,શકિતનગરના રંજનબેન રાધવભાઈ, કુડાનાપાયલબેન મોતીભાઈ, ગોપાલગઢ રીંકુબેન નદુભાઈ, કંકાવટીના રેખાબેન અવચરભાઈ, શક્તિનગરના શ્રધ્ધાબેન ભુપતભાઈ તેમજ શકિતનગરના રંજનબેન સહિતના કુલ નવ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.આ અંગે છેલ્લે મળતી માહીતી મુજબ તમામની નાની-મોટી ઈજાઓને બાદ કરતા તમામ ભય મુકત હોવાનુ સુત્રો દ્રારા જાણવા મળેલ છે
(તસ્વીર-અહેવાલઃજીજ્ઞેશ રાવલ,હળવદ)

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.