Western Times News

Gujarati News

ભરૂચ શહેરના ૧૧ વોર્ડમાં ૯ લાખ ઉપરાંતના ખર્ચે ૧૧ મીની હાઈમાસ્ટ લાઈટનું લોકાર્પણ કરાયું

(વિરલ રાણા દ્વારા)

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: વર્ષ ૨૦૨૦-૨૧ અંતર્ગત ૧૪ માં નાણાં પંચ માંથી ભરૂચ શહેર ના ૧૧ વોર્ડ માં ૯ લાખ ઉપરાંત ના ખર્ચે ૧૦ મીટર ની ઊંચાઈ ને ૧૧ મીની હાઈમાસ્ટ લાઈટનું વિવિધ વોર્ડમાં આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેર ના ૧૧ વોર્ડના વિવિધ વિસ્તારોમાં ૮૪ હજાર ના ખર્ચે ૧ હાઈમાસ્ટ મુકવામાં આવ્યો છે.જેની ફિટિંગ સહિત ની તમામ કામગીરી પૂર્ણ કરાતા શ્રાવણ માસના પવિત્ર સોમવારના રોજ સાંજના એક સાથે ૧૧ વોર્ડ માં મુકવામાં આવેલ મીની હાઈમાસ્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં વોર્ડ નંબર ૭ માં આવેલ કસક ગળનારા નજીક મુકવામાં આવેલ હાઈમાસ્ટ લાઈટ નું નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,ચીફ ઓફીસર સંજય સોની સહિત અન્ય નગર સેવક અમે પાલિકા ના અધિકારીઓ ની ઉપસ્થિતિ માં લોકાર્પણ કરી આ માર્ગ ને ઝળહળતો કરવામાં આવ્યો હતો.તો બીજી તરફ વોર્ડ નંબર ૨ માં આવેલ ઈદગાહ નજીક મુકવામાં આવેલ હાઈમાસ્ટ લાઈટ નું લાઈટ કમિટી ના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા,સલીમ અમદાવાદી સહિત લાઈટ શાખાના કર્મચારીઓ અમે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.તો વોર્ડ નંબર ૯ માં આવેલ બંબાખાના મુખ્ય માર્ગ ઉપર મુકવામાં આવેલ હાઈમાસ્ટ નું નગર સેવક દિપક મિસ્ત્રી અને સતીષ મિસ્ત્રી ના હસ્તે કરવામાં આવતા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. શહેર ના વિવિધ વોર્ડમાં નગર સેવકના હસ્તે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સાદગીપૂર્ણ રીતે હાઈમાસ્ટ ના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

ભરૂચ નગર પાલિકા ના લાઈટ કમિટી ના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે ભરૂચ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં રાત્રીના સમયે અંધારાના કારણે પડતી તકલીફોના મુદ્દે સ્થાનિકોએ પાલિકામાં રજૂઆતો કરી હતી. તેને ધ્યાને રાખી ૨૦૨૦-૨૧ અંતર્ગત ૧૪ માં નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી પાલિકા પ્રમુખ અને લાઈટ કમિટી ના ચરેમેન ની મંજૂરી થી ૧૧ વોર્ડ માં ૧૧ વોર્ડના વિવિધ વિસ્તારો માં.૯.૨૪ લાખના ખર્ચે ૧૦ મીટર ની ઊંચાઈ ના મીની હાઈમાસ્ટ લાઈટ મુકવામાં આવ્યા હતા.જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.વધુ માં તેઓ એ જણાવ્યું હતું કે  રેલવે ગોદી થી સરકારી ટેક્નિકલ સ્કુલ સુધી ના માર્ગને ૩૦ થી ૩૫ લાઈટના પોલ નાંખીને આગામી દિવસો માં આ માર્ગ ને પણ લાઈટો થી ઝળહળતો કરવામાં આવશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.