Western Times News

Gujarati News

શેરખાને દુનિયાનું સૌપ્રથમ ફાઇનાન્સિયલ મૂવીઝ પ્લેટફોર્મ મનીફ્લિક્સ લોંચ કર્યું

મુંબઈ, ભારતમાં સૌથી મોટા બ્રોકરેજ હાઉસ પૈકીના એક શેરખાનની અલગ સંસ્થા તરીકે કાર્યરત શેરખાન એજ્યુકેશને દેશમાં લોકોને નાણાકીય સમજણ વિકસાવવામાં ડિજિટલ માધ્યમ થકી ક્રાંતિ લાવવામાં લીડ લેવા એનું પ્રથમ એજ્યુટેઇન્મેન્ટ પ્લેટફોર્મ મનીફ્લિક્સ લોંચ કર્યું છે.

ડિજિટલ માધ્યમોથી સારી રીતે વાકેફ મિલેનિયલ્સ અને એ સિવાયની પેઢીના એમ બંને પ્રકારનાં લોકોને આ પ્લેટફોર્મ મનોરંજનથી સભર ફાઇનાન્સિયલ મોડ્યુલ્સ પૂરાં પાડશે, જેનો ઉદ્દેશ દર્શકોને રસપ્રદ રીતે જાણકારી પ્રદાન કરવાનો છે. મનોરંજન અને સ્ટોરી દ્વારા જાણકારી પૂરી પાડવાનો આ વિચાર સંપૂર્ણપણે નવો નથી. હકીકતમાં આ વર્ષોથી આપણી મહાકાવ્યો, પરીકથાઓ, પૌરાણિક કથાઓ અને દંતકથાઓનો ભાગ છે, જે પરિવારજનો વચ્ચે મૂલ્યો સ્થાપિત કરે છે. ‘એજ્યુટેઇન્મેન્ટ’ દ્વારા નાણાં વિશે ગ્રાહકોને જાણકારી આપવી એ પરિચિત અને આકર્ષક વિભાવનાનો ઉપયોગ કરીને જટિલ વિષયની માહિતી પીરસવાની અસરકારક રીત છે.

મનીફ્લિક્સનો ઉદ્દેશ બજારમાં નવા અને અનુભવી રોકાણકારો અને ટ્રેડર્સ એમ બંનેને ફાઇનાન્સની સમજણ આપવાનો અને તેમની સમજણ વધારવાનો છે, જેથી તેઓ નાણાકીય બજારની તકોનો લાભ વધારે સારી રીતે લેવા સક્ષમ બની શકે છે.

પ્લેટફોર્મે એની શરૂઆત આશરે 100 વીડિયોથી કરી છે, જેમાં આ વીડિયો 5 મિનિટથી લઈને 30 મિનિટના છે તથા આ સંખ્યા પ્રથણ વર્ષમાં જ બમણી થઈ જશે. આ ફિલ્મો બોલીવૂડની સ્ટાઇલમાં રોકાણના સિદ્ધાંતોથી લઈને જટિલ ટ્રેડિંગ સ્ટ્રેટેજીઓને આવરી લે છે.

સ્થાનિક ભાષાઓમાં સબટાઇટલ, કોઈ પણ સમયે વોઇસ નોટ કેપ્ચ્યોર કરવાની ક્ષમતા તથા એક બટન ક્લિક કરીને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને સરળ સંદર્ભ મેળવવા જેવી ચાવીરૂપ ખાસિયતો ધરાવતું આ અદ્યતન એજ્યુટેઇન્મેન્ટ પ્લેટફોર્મ ઘણી ટેકનોલોજી ઓફર ધરાવે છે, જેથી સહભાગીઓની જાણકારીમાં વધારો થવાની અને તેઓ પ્લેટફોર્મ પર જળવાઈ રહેશે એવી અપેક્ષા છે.

આ પ્રસંગે મનીફ્લિક્સના હેડ રાહુલ ઘોસે કહ્યું હતું કે, “નાણાકીય સેવા ઉદ્યોગમાં ટેકનોલોજીનો સમન્વય ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપે છે. જોકે નાણાકીય સેવાઓ વિશે જાણકારી આપવાના પ્રયાસો ઘણી વાર જટિલ હોવાથી કન્ટેન્ટ મિલેનિયલ્સને પસંદ અને રસ પડે એવી બનાવવી પડે છે.

આ બજારમાં રિટેલ રોકાણકારોને સક્ષમ બનાવવાની વિચારસરણી અને કટિબદ્ધતા પૂર્ણ કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ નવતર ડિજિટલ પ્રયાસ અમને દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ રોકાણ અને ટ્રેડિંગ અંગેની જાણકારી આપવામાં મદદરૂપ થશે.”

મનીફ્લિક્સ પ્લેટફોર્મનુનં વાર્ષિક સબસ્ક્રિપ્શન સ્પેશ્યલ પ્રાઇસ રૂ. 1,990 + G.S.T. અને માસિક સબસ્ક્રિપ્શન રૂ. 990 + G.S.T. હશે. સબસ્ક્રાઇબર્સ પ્લેટફોર્મ તેમજ મનીફ્લિક્સ બાઇટ નામના ટ્રેડિંગ કંપનીઓની પાયાની જાણકારી આપતા 10 મિનિટના વીડિયો મેળવશે. મનીફ્લિક્સ દરેક માટે કશું સુનિશ્ચિત કરશે – સાઇટની મુલાકાત લેનાર કોઈ પણ વ્યક્તિને ટ્રેડિંગ અને રોકાણ પર ફ્રી મૂવીઝ અને ટ્યુટોરિયલ્સના વીડિયોના મોટા સંગ્રહમાંથી ગમ્મત કે મનોરંજન સાથે જ્ઞાન મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.