Western Times News

Gujarati News

માતાનું દૂધ લઇ એક સ્પેશ્યલ એરલાઈન્સ દરરોજ દિલ્હી આવે છે, મા લદ્દાખની હોસ્પિટલમાં દાખલ

File Photo

નવી દિલ્હી, કોરોના મહામારી વચ્ચે લદાખમાં એક માતા પોતાના નવજાત શિશુ માટે દિલ્હી દૂધ મોકલી રહી છે. દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર માટે આ નવજાત શિશુને દાખલ કર્યું છે, જેના માટે એક એરલાઇન્સની મદદથી તેની માતા લદાખથી દૂધ મોકલી રહી છે. લદાખથી દિલ્હી દૂધ મોકલવાનો ક્રમ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે. નવજાત શિશુના પિતા જિકમેટ વાંગડુ દરરોજ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દૂધ લેવા માટે જાય છે. દૂધનો આ ડબ્બો લદાખથી દિલ્હી પહોંચાડાય છે. દિલ્હીમાં આ બાળકનું એક મોટુ ઓપરેશન થયું છે. આ બાળકની માતા લદાખમાં છે, તેના પિતા હોસ્પિટલમાં તેનું ધ્યાન રાખી રહ્યા છે. લેહના એક હોસ્પિટલમા 16 જુને બાળકનો જન્મ થયો છે. બાળકની આહાર નળીમાં સમસ્યા થઇ રહી હતી, ત્યાર બાદ લેહના ડોક્ટરોએ તેની સારવાર કરવા માટે દિલ્હી લઈ ગયા.

બાળકના પિતા તે વખતે મૈસુરમાં હતા અને માતા લેહમાં ત્યારે તેનું ઓપરેશન થયું હતું. જેથી દિલ્હી લઇ જઇ શકાય તેમ હતું નહીં. માતા-પિતાની ગેર હાજરીમાં તેના મામા તેને સારવાર માટે દિલ્હી લઈને આવ્યા. જો કે પછી જાણ થતા બાળકના પિતા પણ દિલ્હી આવી પહોંચ્યા. ઓપરેશન પછી બાળકને માતાના દૂધની જરૂર હતી, જેથી એરલાઇન્સના માધ્યમથી દરરોજ લેહથી દિલ્હી દૂધ પહોંચાડાય છે. લેહ અને દિલ્હીની વચ્ચે 1,000 કિલોમીટરનું અંતર છે. ડાયરેક્ટ ફલાઇટમાં લગભગ સવા કલાકનો સમય લાગે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.