Western Times News

Gujarati News

બકરી ઈદની નમાઝ ઘરમાં જ પઢવામાં આવે, પશુઓના માર્કેટને મંજૂરી નહીં: મહારાષ્ટ્ર સરકાર

મુંબઇ, કોરોનાના સંકટ વચ્ચે એક ઓગષ્ટે બકરી ઈદની ઉજવણીને લઈને રાજ્ય સરકારો અને ધાર્મિક સંગઠનો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકારે જોકે પહેલ કરીને આ અંગે એક ગાઈડલાઈન બહાર પાડી છે.જેમાં રાજ્યમાં બકરી ઈદની નમાઝ ઘરમાં પઢવા માટે આદેશ અપાયો છે.મસ્જિદ કે જાહેર સ્થળોએ નમાઝ અદા નહી કરી શકાય. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, કુરબાની માટેના પશુ ઓનલાઈન વેચી શકાશે.પશુઓનુ માર્કેટ ભરવા માટે મંજૂરી આપવામાં આવી નથી.ફોન પર કોન્ટેક્ટ કરીને પણ પશુઓની ખરીદી થઈ શકશે. સરકારે પોતાની ગાઈડ લાઈનમાં પ્રતિકાત્મક રીતે પશુઓની કુરબાની આપવા માટે પણ અપીલ કરી છે.જોકે જે વિસ્તારોમાં પહેલેથી કોરોનાના પ્રતિબંધો લાગેલા છે ત્યાં કુરબાની માટે છુટ નહી અપાય.કાયદાનુ પાલન કરવા માટે સરકારના વિવિધ વિભાગોએ એલર્ટ રહેવુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.