Western Times News

Gujarati News

કાલથી ઓનલાઈન શિક્ષણ બંધ, ફી નહીં લેવા સામે સંચાલકોને વાંધો

ગાંધીનગર: કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થતું રહે તે હેતુથી ઓનલાઈન ક્લાસિસની શરૂ કરાયા હતા. પરંતુ પ્રાયવેટ સ્કૂલ સંચાલકોએ શાળા ઉઘડે નહીં ત્યાં સુધી ફી નહી ઉઘરાવવાના રાજ્ય સરકારના ઠરાવ અને હાઇકોર્ટના ચુકાદા સામે ગુરુવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. જેનાથી વિદ્યાર્થીઓના આ વર્ષના શિક્ષણ સામે ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે. ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની ફરિયાદો મળી રહી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ખુલતા સુધી ફી નહીં વસુલવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે તે માટે શાળાઓ દ્વારા ઓનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને રાજ્ય સરકારે શાળા ન ખુલે ત્યાં સુધી ફી ના વસુલવાનો ઠરાવ પસાર કર્યો હતો, આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આજે નિર્દેશ કર્યો છે કે જ્યાં સુધી સ્કુલ નહીં ખુલે ત્યાં સુધી ફી વસુલવામાં ના આવે. હવે તેના વિરોધમાં રાજ્યની ખાનગી સ્કૂલના સંચાલકોનો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા ઠરાવ કર્યો છે. તેની સામે શાળા સંચાલકોને વાંધો છે. કારણ કે ફી વિના શાળા સંચાલકો શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી શકે નહીં. અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું જ રહ્યું હતું.જેની પાછળ પણ સ્કૂલોને મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે સ્કૂલ ન ખુલે ત્યાં સુધી ફી ન ઉઘરાવવાની ન હોય તો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાનું નક્કી કરાયું છે. આખા ગુજરાતમાં આ નિર્ણય લાગુ પડશે અને તમામ ધોરણમાં આ નિર્ણય લાગુ પડશે. કાલથી સમગ્ર ગુજરાતની ખાનગી શાળાઓ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેશે. ગુજરાતમાં નાની-મોટી 6 હજાર જેટલી ખાનગી સ્કૂલો છે. આ તમામ સ્કૂલોમાં અસર કરતો નિર્ણય લેવાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.