Western Times News

Gujarati News

Fake followers racket: પ્રિયંકા ચોપડા અને દીપિકાની થઈ શકે છે પૂછપરછ

મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમની તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. તપાસનું  ચોંકાવનારું પાસુંુ છે કે બોલિવુડ સેલિબ્રિટી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા જાેનાસની ૧૦ સેલિબ્રિટીઓના નામ ફેક ફોલોઅર્સની લિસ્ટમાં સામેલ છે. આ ફેક ફોલોઅર્સને ઈન્સ્ટાગ્રામની ભાષામાં “fake” કહેવામાં આવી છે. હવે મુંબઈ પોલીસ જલદી આ બધી સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે. આવનારા સપ્તાહમાં આ પૂછપરછ શરૂ, જેમાં ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે આશરે ૧૦૦૧૫૦ વ્યક્તિઓના સ્ટેટમેન્ટ લેવામાં આવશે.

નિવેદન લેતા સમયે પોલીસ આ તમામ સેલિબ્રિટીઓને તેને ફોલો કરી રહેલા ફોલોઅર્સના નંબરને પ્રુફ કરવા માટે કહેશે. એટલે સેલિબ્રિટીઓએ સાબિત કરવું પડશે કે તેના ફોલોઅર્સ ખરેખર અસલી છે ન તેણે કોઈ કંપની  ખરીદ્યા છે. અત્યાર સુધી આ મામલે ૧૮ લોકોની પૂછપરછ કરવામાં આવે છે,  બધા લોકો બોલિવુડ અકવા ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીઝમાં આવે છે. તેમાં પ્રોડ્યૂસર, ડાયરેક્ટર, એક્ટ્રેસ સિવાય મેકઅપ આર્ટિસ્ટ, કોરિયોગ્રાફર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર જેવા લોકો સામેલ છે. આ બધા બોલિવુડના સેકેન્ડ ગ્રેડ સેલિબ્રિટી છે.

આ  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફ્રાન્સ સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં  જાેડાયેલા લોકો ફ્રાન્સમાં રહી રહ્યાં છે, તેના વિશે જાણકારી માગી છે.  તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચે આશરે ૬૮ એવી કંપનીઓની ઓખળ કરી છે જે આ રીતે ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ રેકેડ ચલાવી રહી છે. પોલીસ પહેલા અભિષેક નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને પોલીસ સૂત્રો પ્રમાણે વધુ એક વ્યક્તિની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. હવે પોલીસ કોએના મિત્રાના મામલાને પણ ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ સ્કેમ અંતર્ગત તપાસી રહી છે. તેમાં પોલીસને સાહિલ ખાન નામના એક વ્યક્તિની ઓળખ  છે.

ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે આ સિસ્ટમ  પર ચાલે છે. એટલે કે દરેક પ્રભાવશાળી સોશિયલ મીડિયા યૂઝરનો એક ભાવ નક્કી હોય છે, જેના વધુ ફોલોઅર્સ હોય છે, તેને કોઈપણ બ્રાન્ડ  જાેડાયેલી સોશિયલ મીડિયા પોસ્ટ કરવાના એટલા પૈસા મળે છે.  ઘણી બોલિવુડ અને ટેલિવિઝનની સેલિબ્રિટીઓ આ પ્રકારની કંપનીઓ ફેક સોશિયલ મીડિયા ફોલોઅર્સ માટે ડીલ કરે છે. આ રીતે સોશિયલ મીડિયા પર એક રેકેટ ચાલી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.