Western Times News

Gujarati News

બાંદ્રામાં જાેવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

મુંબઈ: કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલું લોકડાઉન હળવું થતાં હવે સેલેબ્સ પોતપોતાના ઘરની બહાર નીકળવા લાગ્યા છે. બુધવારે વિતેલા જમાનાના એક્ટ્રેસ નીતૂ કપૂર પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા. નીતૂ કપૂર બાંદ્રા સ્થિત પોતાના ઘરની બહાર ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયા હતા.

ડેનિમ, બ્લૂ શર્ટમાં નીતૂ કપૂર એકદમ સ્ટાઈલિશ લાગતા હતા. જાે કે, નીતૂ કપૂરના લૂક કરતાં વધુ ધ્યાન તેમના મોબાઈલના કવરે ખેચ્યું હતું. નીતૂ કપૂરના હાથમાં રહેલા ફોનના કવર પર લાગેલા નાનકડા સ્ટીકરે ધ્યાન ખેંચ્યું હતું. આ સ્ટીકરમાં કપૂર ફેમિલીની તસવીર જાેઈ શકાય છે.

આ મહિનાની શરૂઆતમાં નીતૂ કપૂરે બાંદ્રાના ઘરે પરિવાર સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. રણબીર કપૂર અને રિદ્ધિમાએ મમ્મી માટે આયોજિત કરેલી બર્થ ડે પાર્ટીમાં કરણ જાેહર પણ હાજર રહ્યો હતો.

આ પાર્ટીની તસવીરો નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે અને તે મમ્મી સાથેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

ઋષિ કપૂરના નિધન બાદ એકલા પડી ગયેલા નીતૂ કપૂરનું ધ્યાન દીકરી રિદ્ધિમા બરાબર રાખી રહી છે. ઋષિ કપૂરના નિધન બાદથી રિદ્ધિમા મમ્મી સાથે મુંબઈમાં જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.