Western Times News

Gujarati News

ક્રિશ-૪માં હૃતિક રોશન ચાર અલગ-અલગ પાત્ર ભજવતો જાેવા મળશે

મુંબઈ: વર્ષ ૨૦૧૯માં અભિનેતા હૃતિક રોશને ‘સુપર-૩૦’ અને ‘વાૅર’ જેવી બે સફળ ફિલ્મો આપી હતી. જે બાદ તેણે તરત ‘કોઇ મિલ ગયા’ ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ ક્રિશ-૪ ની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ફિલ્મ નિર્માતા રાકેશ રોશને જાહેરાત કરી હતી કે, તેઓ ક્રિશ-૪ બનાવી રહ્યા છે અને તેની સ્ક્રિપ્ટ પર કામ ચાલુ છે. તે વખતે એવી વાતો પણ સામે આવી હતી કે હૃતિક ડબલ રોલમાં જાેવા મળશે. પરંતુ હાલની રીપોર્ટસ મુજબ હૃતિક આ ફિલ્મમાં ચાર પાત્રો ભજવશે.

આ ફિલ્મનું પ્રિ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને ફિલ્મના મેકર્સ ફિલ્મનો એક ભાગ વિદેશમાં શૂટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા પણ પુરી થઈ ગઈ છે.જાે કે, આ ફિલ્મમાં હૃતિક સાથે અભિનેત્રી તરીકે કોણ હશે તે મામલે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મ ૨૦૨૧ સુધીમાં ફ્લોર પર જાય તેવી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.