Western Times News

Gujarati News

એબી ડી વિલિયર્સના ફેન્સ માટે ખુશખબર, ક્રિકેટમાં કરી શકે છે કમબેક

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના મર્યાદિત ઓવર્સના કેપ્ટન ક્વિન્ટન ડી કાૅકે કહ્યું કે, દિગ્ગજ એબી ડી વિલિયર્સ ટી-૨૦ વર્લ્ડકપથી જ ઈન્ટરનેશન ક્રિકેટમાં કમબેક કરી શકત તેવી શક્યા હતી. કોવિડ-૧૯ના કારણે ઑસ્ટ્રેલિયામાં થનારા ટી૨૦ વર્લ્ડ કપને  દ્વારા સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ ઑક્ટોબર-નવેમ્બર ઑસ્ટ્રેલિયામાં યોજાવાની હતી જેને આગામી વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે.

ડિ વિલિયર્સે ૨૦૧૮માં ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લઈ લીધી હતી અને ઘણા સમયથી તેના કમબેક અંગે અટકળો લગાવાઈ રહી હતી. ડિ કાૅકે જણાવ્યું કે, ‘તે નિશ્ચિતપણ કમબેક કરવાના રસ્તે હતો. જાે તે ફીટ હોત તો હું તેને ટીમમાં રાખવાનું પસંદ કરત. તેણે કહ્યું કે, ‘મારું માનવું છે કે, કોઈપણ ટીમ છમ્ને પોતાની ટીમમાં રાખવા માગશે. અમે તેના કમબેક પર ભાર આપી રહ્યા હતા. હવે જાેવાનું રહેશે કે ટી-૨૦ વર્લ્ડકપનું આયોજન ક્યારે થાય છે.’

જાન્યુઆરીમાં બિગ બેશ દરમિયાન ડી વિલિયર્સે પુષ્ટિ કરી દીધી હતી કે, તે કમબેક માટે વિચારી રહ્યો છે. ૩૬ વર્ષીય ડિ વિલિયર્સે કરિયરમાં ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વન-ડે અને ૭૮ ટી૨૦ ઈન્ટરનેશન મેચો રમી છે. તેણે ટેસ્ટ કરિયરમાં ૨૨ સદી સાથે ૮૭૬૫ રન, વન-ડેમાં ૯૫૭૭ રન અને ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૧૬૭૨ રન બનાવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.