Western Times News

Gujarati News

કોહલી સાથેના મતભેદ અંગે પૂર્વ કોચ અનિલ કુંબલેએ કહ્યું, ‘અંત સારો થઈ શક્યો હોત

દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પોતાના કાર્યકાળથી કોઈ પસ્તાવો નથી પણ તેમનું કહેવું છે કે, તેનું કહેવું છે કે, આનો અંત સારી રીતે થઈ શક્યો હોત. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે મતભેદ બાદ ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રાૅફી પછી કુંબલે આ પદથી હટી ગયો હતો. પૂર્વ કેપ્ટન કુંબલેએ કહેવું છે ઑનલાઈન સેશનમાં ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર પાૅમી મ્બાંગ્વા સાથે વાતચીત કરી.

૪૯ વર્ષીય કુંબલેએ કહ્યું કે, ‘અમે તે એક વર્ષના સમયમાં ઘણી સારી રીતે કામ કર્યું હતું. હું સાચેમાં ખૂબ ખુશ હતો કે, આમાં કેટલાક યોગદાન કરવામાં આવ્યા હતા અને તેમાં કોઈ પસ્તાવો નથી. હું ત્યાંથી આગળ વધીને પણ ખુશ હતો.’

તેણે કહ્યું કે, ‘હું જાણું છું કે, આનો અંત સારો થઈ શક્યો છતાં ઠીક છે. કોચ તરીકે તમે અનુભવો છો કે, આગળ વધવાનો સમય ક્યારે છે, કોચ જ હોય છે જેને આગળ વધવાની જરૂર હોય છે. હું સાચેમાં ખુશ હતો. મેં તે એક વર્ષમાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.’

કુંબલેનું કોચ તરીકેનું એક વર્ષ ઘણું સફળ રહ્યું હતું જેમાં ટીમ ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રાૅફીની ફાઈનલ સુધી પહોંચી હતી અને સાથે ટેસ્ટ ટીમ તરીકે પણ ઘણી મજબૂત થઈ હતી. કુંબલેના કાર્યકાળ દરમિયાન ટીમે ૧૭માંથી માત્ર એક ટેસ્ટમાં જ પરાજય મેળવ્યો હતો. પૂર્વ કોચે કહ્યું કે, ‘ભારતીય ટીમ સાથે આ ભૂમિકામાં પસાર કરેલું એક વર્ષ સાચેમાં શાનદાર હતું.’

ભારતમાં ૧૩૨ ટેસ્ટમાં ૬૧૯ વિકેટ અને ૨૭૧ વન-ડેમાં ૩૩૭ વિકેટ ઝડપનારા કુંબલેએ કહ્યું કે, ‘શાનદાર ખેલાડીઓ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમનો હિસ્સો બનવું એક શાનદાર અહેસાસ છે.’ કુંબલે હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઈલેવન પંજાબ ફ્રેન્ચાઈઝીનો મુખ્ય કોચ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.