Western Times News

Gujarati News

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવનિયુકત ચેરમેન-વાઇસ ચેરમેનને મુખ્યમંત્રીની શુભેચ્છાઓ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નવા વરાયેલા ચેરમેન-વાઇસ ચેરમેનને હ્વદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ સાબર ડેરીના અધ્યક્ષ શામળભાઇ પટેલની ફેડરેશનના ચેરમેન તરીકે અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના અધ્યક્ષ શ્રી વાલમજી હુંબલની વાઇસ ચેરમેન તરીકે વરણી અંગે તેમને અભિનંદન આપ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ ફેડરેશનના આ બે નવા નેતૃત્વકર્તાઓના માર્ગદર્શનમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન અને તેને સંલગ્ન દૂધ સંઘો-ડેરીઓ શ્વેતક્રાંતિમાં ગુજરાતને વધુ અગ્રેસરતા પ્રાપ્ત કરાવે તેવી શુભકામનાઓ પણ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.