Western Times News

Latest News from Gujarat

ટાઇફોઇડ બેક્ટેરીયાથી ફેલાતો ચેપી રોગ, મોટે ભાગે બાળકોને થવાનું જોખમ

  • અમદાવાદના આશરે એક ચતુર્થાંશ (22%) લોકોએ ટાઇફોઇડને ‘બહુ ગંભીર નહી’ અથવા ‘હળવા/સરલતાથી સંચાલન કરી શકાય તેવો ગણીને પોતાના બાળકોને રસી અપાવી ન હતી.
  • 2016માં ભારતમાં ટાઇફોઇડના 2.2 મિલીયન કેસ નોંધાયા હતા, તેમજ આ દેશ વિશ્વમાં સૌથી ઊંચો દર ધરાનારાઓ દેશમાંનો એક છે, આ રોગ મુખ્યત્વે બાળકોને અસર કરે છે
  • ટાઇફોઇડના લક્ષણો ઘણીવાર અન્ય માંદગી સામે અલગ પડતા નથી પરંતુ શિક્ષણ સહિતની વહેલાસરની સારવારના પગલાંઓ બાળકોને રક્ષણ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે

અમદાવાદ, ભારતની અનેક અગ્રણી આરોગ્યસંભાળ ક્ષત્રેની કંપનીઓમાંની એક એવી એબોટ્ટે બેબીગોગ (શિરોઝ નેટવર્કનો ભાગ)ની સાથે ટાઇફોઇડના તાવ અંગેની સતર્કતાનું મૂલ્યાંકન કરવા માટે રાષ્ટ્રભરમાં આઠ શહેરોમાં એક સર્વે હાથ ધરવા માટે ભાગીદારી કરી હતી. વર્ષ 2016માં ટાઇફોઇડના 2.2. મિલીયન કેસ નોંધાયા છે તેની સાથે,[1]ટાઇફોઇડ તાવ દેશમાં ગભીર રોગ બોજ ધરાવે છે. હકીકતમાં ફક્ત ગુજરાતમાં 2017માં 45,942 કેસ હતા જે ભારતના કુલ બોજમાં 2.07%નો હિસ્સો ધરાવે છે.[2]

ટાઇફોઇડનો તાવ કે જે એક બેક્ટેરીયાથી ફેલાતો ચેપી રોગ છે, તે મોટે ભાગ બાળકોને થવાનું જોખમ રહેલું છે, જે મુખ્યત્વે 5-15 વર્ષની વયના બાળકોમાં ઊંચા પ્રમાણમાં જોવા મળે છે.[3]હાલમાં ઉપલબ્ધ બનાવો દર્શાવે છે કે ટાઇફોઇડ સામેનું રસીકરણ અસરકારક છે અને સહન કરી શકાય તેમ છે.[4] સર્વેના પરિણામો એ બાબત પર ભાર મુકે છે કે ફક્ત 66% પ્રતિવાદીઓ ટાઇફોઇડના રસીકરણ વિશે માહિતગાર હોવાનું બહાર આવ્યું છે.

સર્વેના મહત્ત્વના તારણો

  • બિન-ફરજિયાત રસીઓ જેમ કે ઇન્ફ્લ્યુએન્ઝા (67%) અને ટાઇફોઇડ (66%) સામે ફરજિયાત રસીઓ જેમ કે રોટાવાયરસ (82%) માટે ઊંચા સ્તરની સતર્કતાએટલે કે દેશના નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (NIP)માં અપાતી રસીઓ છે.
  • સર્વે દર્શાવે છે કે અમદાવાદના એક ચતુર્થાઁશ જેટલા પ્રતિવાદીઓએ કે જેમણે પોતાના બાળકો (22%)ને ટાઇફોઇડ ‘બહુર ગંભીર નહી’ અથવા ‘હળવો/સરળતાથી સંચાલન કરી શકાય’ તેવું માનીને રસીકરણ કરાવ્યું ન હતું, જેઓ એ હકીકતથી વાકેફ ન હતા કે બેક્ટેરીયાના ચેપની જો સારવાર ન કરવામાં આવે અથવા તો અયોગ્ય દવાઓ સાથે સારવાર કરવામાં આવે તો તે ગંભીર ગૂંચવણોમાં પરિણમી શકે છે.
  • રસીકરણ નહી કરાવવાના અન્ય તારણ સુચનોમાં પીડિયોટ્રિશીયન (48ટકા) દ્વારા રસીની ભલામણ આપવામાં આવી ન હતી અને એનઆઇપી (NIP) રસીઓ (36%)ની યાદીમાં તેનો સમાવેશ નહી હોવાનો સમાવેશ થાય છે.

ગેરમાર્ગે દોરતા લક્ષણો અને સારવારમાં વિલંબ

આ તારણો પર ટિપ્પણી કરતા અમદાવાદના કન્સલટન્ટ પીડિયાટ્રિશીયન અને નિયોનેટાલિસ્ટ એમ.ડી. ડી.પિડ ડૉ. ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ભારતીય ઉપખંડમાં વિશ્વભરમાં ટાઇફોઇડના સૌથી વધુ બનાવો છે.[5]આ માંદગીને લાંબા ગાળાના તાવ, માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ભૂખ મરી જવી અને કબજિયાત અથવા કેટલીકવાર ઝાડા થવા દ્વારા વર્ગીકૃત્ત કરવામાં આવે છે[6]. આ લક્ષણોને ક્લિનીકલી દ્રષ્ટિએ અન્ય માંદગી કરતા ઘણી વખત અલગ પાડી શકાતા નહી હોવાથી ટાઇફોઇડની ઘણી વખત વહેલાસર યોગ્ય રીતે સારવાર કરાતી નથી – જે અવરોધનને વધુ અગત્યનું બનાવે છે. આ સર્વેના તારણો સુચવે છે કે ફિઝીશિયનની ભલામણ બાળકોને આ રોગથી બચાવવા માટે ઊંચા પ્રતિકારત્વ દરની ખાતરી રાખીને અગત્યની ભૂમિકા ભજવી શકે છે. તેમજ દર્દીઓને શિક્ષણ આપવાના પણ પ્રયત્નો કરી શકે છે.”

રોગ માટેના કારણોની માન્યતાઓ

સર્વેના તારણે એમ પણ બતાવે છે કે આ રોગની સાતત્યતા ઊંચા પ્રમાણમાં છે. બેક્ટેરીયલ બ્લડસ્ટ્રીમ ચેપ તરીકે ટાઇફોઇડ તાવનો ફેલાવો દૂષિત પાણી અને ખોરાક તેમજ ઘણી વાર સ્વચ્છતાના અભાવે અને પીવાનું પાણી નહી મળવાના કારણે થાય છે. સમગ્ર રાષ્ટ્રમાં હજુ પણ 57% પ્રતિવાદીઓ અસત્ય રીતે ટાઇફોઇડ થવાના કારણને વાતાવરણ કે સિઝનમાં ફેરફાર સાથે ગણાવે છે. નોંધપાત્ર બાબત એ છે કે અમદાવાદની અર્ધોઅડધ માતાઓએ દૂષિત સપાટીઓ (18%)ને નજીકથી સ્પર્શ (30%) અથવા ટાઇફોઇડના દર્દી દ્વારા રાંધવામાં આવેલા ખોરાક ખાવા (17%)ને જોખમી વર્તણૂંક તરીકે ગણાવી છે જે ટાઇફોઇડ ફેલાવી કરી શકે છે.

અવરોધન ઓછો ચેપ અને ડ્રગ પ્રતિકારતામાં મદદ કરે છે

અભ્યાસ બતાવે છે કે રસીકરણ ચેપના બનાવોને ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ અમદાવાદના 19% પ્રતિવાદીઓએ દર્શાવ્યું હતું કે તેઓ રસીકરણ લેવાને બદલે ગંભીર માનસિક સ્થિતિનું જોખમ લેવાનું પસંદ કરે છે.

ડૉ. ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, “રસીકરણ દ્વારા અવરોધન ટાઇફોઇડના બોજ અને મૃત્યુદરમાં ઘટાડો કરવામાં મદદ કરશે. ટાઇફોઇડના ડ્રગ રેસિસ્ટન્ટ તણાવમાં થઇ રહેલા વધારાને જોતા જેમને ચેપ થવાનું વધુ જોખમ છે તેવી વસ્તીને ટાઇફોઇડની રસીનું એડમિનીસ્ટ્રેશન એ જાહેર આરોગ્ય પરત્વેની અગ્રિમતા છે.[7] સર્વેના તારણે સુચવે છે કે મોટા ભાગની માતાઓ ટાઇફોઇડ વિશેની નીચા સ્તરની જાગૃત્તિ ધરાવે છે અને તેમને અને તેમના પરિવારોને બચાવવા માટે ચોક્કસ પ્રકારની અગમચેતીઓ લેવાની જરૂરિયાત છે. પોતાના બાળકને રસીકરણના ફાયદાઓ અંગે શિક્ષણ આપવું તે સમયની માગ છે.”

એબોટ્ટ ઇન્ડિયાના મેડિકેલ ડિરેક્ટર ડૉ. શ્રીરૂપ દાસ સમજાવે છે કે, “આ તારણો જાગૃત્તિના સ્તર, પ્રેરણા અને ભારતમાં ટાઇફોઇડના રસીકરણની આસપાસ પર પ્રકાશ પાડે છે. તે સુચવે છે કે ટાઇફોઇડ વિશેની અને તેને રોકવાના માર્ગો જેમ કે સુધરેલા સ્વચ્છતાના સ્તરો અને રસીકરણ વિશેની વિસ્તરિત જાગૃત્તિ ટાઇફોઇડના ચેપને કારણે ભારતના આરોગ્ય બોજને ઘટાડવામાં યોગદાન આપી શકે છે. લોકોને તંદુરસ્ત જીવન જાવવામાં સહાય કરવાના અમારા મિશનના ભાગરૂપે અમે ભારતમાં ખાસ, કરને નવી માતાઓ અને માતાપિતાને ટાઇફોઇડ તાવ પરના શૈક્ષણિક પ્રયત્નોને ટેકો આપીએ છીએ.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers