Western Times News

Gujarati News

દુનિયાના કુલ કેસના ૨૦ ટકા કોરોના કેસ ફક્ત ભારતમાં

Files Photo

નવીદિલ્હી, ભારતમાં છેલ્લા ૨૦ દિવસમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર સૌથી મોખરે રહ્યું છે. દેશના રોજના કેસની વાત કરીએ તો અહીં છેલ્લા ૨૦ દિવસમાં ૬૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ વધારો અમેરિકા કરતાં અઢી ગણો વધારે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા કોરોનાના કેસની સંખ્યામાં મોખરે છે. જૂનની શરૂઆતમાં દેશમાં રોજ ૯૧૧૫ કેસ આવી રહ્યા હતા. હવે દેશમાં રોજના ૪૦૦૦૦થી વધારે કેસ આવી રહ્યા છે. છેલ્લા ૫૦ દિવસમાં રોજ આવનારા કેસની સરખામણીએ ૩૦૦ ટકાથી વધારેનો વધારો જોવા મળ્યો છે. મે મહિનાની શરૂઆતમાં રોજ ૨૯૦૭ કેસ સામે આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી રોજ આવનારા કેસમાં ૧૧૭૧ ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતમાં ૪૫૦૦૦થી વધુ કેસ આવતાં ચિંતા વધી છે.

અત્યારે કોરોના પીક પર છે ત્યારે દુનિયામાં રોજ ૨ લાખથી વધારે દર્દીઓ આવી રહ્યા છે. તેમાંથી ૨૦ ટકા દર્દીઓ ફક્ત ભારતમાં છે. અમેરિકા અને બ્રાઝિલમાં રોજ આવનારા દર્દીની સંખ્યા સ્થિર થઈ છે પરંતુ ભારતમાં સંખ્યા સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૫ મે સુધી દેશમાં દુનિયાના ૩.૮ ટકા દર્દી મળી રહ્યા છે. ૧ જૂન સુધી આ ભાગીદારી ૭.૩ ટકા થઈ છે. ૧૫ જૂન સુધી દુનિયાના ૮.૧ ટકા દર્દીઓ ભારતમાં આવવા લાગ્યા છે. એક જુલાઈ સુધી આ ભાગીદારી ૧૦.૮ ટકા અને ૨૧ જુલાઈ સુધી દુનિયાના ૨૦ ટકા દર્દીઓ ફક્ત ભારતમાં મળી રહ્યા છે.

ભારતમાં વિકરાળ બની રહ્યો છે કોરોના વિસ્ફોટ ૨૦ દિવસમાં કોરોના કેસમાં થયો ૬૫ ટકાનો વધારો ૨૦ દિવસમાં ભારતમાં અમેરિકા કરતાં થયો અઢી ગણો વધારો છેલ્લા ૫૦ દિવસમાં રોજ આવનારા કેસની સરખામણીએ ૩૦૦ ટકાથી વધારેનો વધારો જોવા મળ્યો છે. મે મહિનાની શરૂઆતમાં રોજ ૨૯૦૭ કેસ સામે આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી રોજ આવનારા કેસમાં ૧૧૭૧ ટકાનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભારતમાં ૪૫૦૦૦થી વધુ કેસ આવતાં ચિંતા વધી છે.

દુનિયામાં રોજ ૨ લાખથી વધારે દર્દીઓ આવી રહ્યા છે અત્યારે કોરોના પીક પર છે ત્યારે દુનિયામાં રોજ ૨ લાખથી વધારે દર્દીઓ આવી રહ્યા છે. તેમાંથી ૨૦ ટકા દર્દીઓ ફક્ત ભારતમાં છે. અમેરિકા અને બ્રાઝિલમાં રોજ આવનારા દર્દીની સંખ્યા સ્થિર થઈ છે પરંતુ ભારતમાં સંખ્યા સતત વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૫ મે સુધી દેશમાં દુનિયાના ૩.૮ ટકા દર્દી મળી રહ્યા છે. ૧ જૂન સુધી આ ભાગીદારી ૭.૩ ટકા થઈ છે. ૧૫ જૂન સુધી દુનિયાના ૮.૧ ટકા દર્દીઓ ભારતમાં આવવા લાગ્યા છે.

એક જુલાઈ સુધી આ ભાગીદારી ૧૦.૮ ટકા અને ૨૧ જુલાઈ સુધી દુનિયાના ૨૦ ટકા દર્દીઓ ફક્ત ભારતમાં મળી રહ્યા છે. અત્યાર સુધી કુલ ટેસ્ટિંગની સંખ્યા થઈ આટલી ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના આંકડા અનુસાર દેશમાં ૨૧ જુલાઈ સુધી ૧,૪૭,૨૪,૫૪૬ સેમ્પલની તપાસ કરાઈ છે. તેમાંથછી ૩,૪૩,૨૪૩ સેમ્પલની મંગળવારે તપાસ કરાઈ હતી.ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના આંકડા અનુસાર દેશમાં ૨૧ જુલાઈ સુધી ૧,૪૭,૨૪,૫૪૬ સેમ્પલની તપાસ કરાઈ છે. તેમાંથછી ૩,૪૩,૨૪૩ સેમ્પલની મંગળવારે તપાસ કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.