Western Times News

Gujarati News

ગૃહરાજય મંત્રીના હસ્તે  ગાંધીનગર રેન્જ ખાતેના સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

રાજયમાં થતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા ગુજરાત પોલીસ આધુનિક તક્નીકોથી વધુ સુસજ્જ : ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર બુલીંગ અને સ્ટોકીંગ જેવા બનાવોના પ્રિવેન્શન-ડીટેકશન માટે એન્ટી સાયબર બુલીંગ યુનિટ શરૂ કરાયુ

સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો, માર્ગદર્શન કે ફરીયાદ હોય તો આ યુનિટનો સંપર્ક કરવા અપીલ કરતા રેન્જ આઇ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડા

ગાંધીનગર રેન્જ આઈજીપી કચેરી સેકટર-૨૭ ખાતે તૈયાર કરવામાં આવેલા ટેકનોલોજીયુક્ત સાયબર પોલીસ સ્ટેશનના ઈ-લોકાર્પણ પ્રસંગે આજે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન ડિજિટલ યુગમાં ટેક્નોલોજીના માધ્યમથી થતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવા સાયબર ક્રાઈમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે ગુજરાત પોલીસ આધુનિક તકનીકોથી સુસજજ છે.

સાયબર આશ્વત અને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત સરકારની લોકસેવાઓની પ્રતિબધ્ધતાની નિતિ, પહેલવૃતિ તથા સનિષ્ઠ પ્રયાસોથી ગાંધીનગર રેન્જ હેઠળ આવતા ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાઓનો તેમાં સમાવેશ કરી, શ્રી મયંકસિહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ, ગાંધીનગરના સીધા સુપરવિઝન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર રેન્જ, ગાંધીનગરની શરુઆત કરવામાં આવી છે.

મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, આપણુ ગુજરાત આજે જ્યારે વિકાસની કેડીએ અવિતર હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે, વિકાસ તરફી ગુજરાતની આ આગેકૂચમાં ગુજરાતમાં પ્રવર્તતી શાંતિ અને સલામતી એક મુખ્ય પરિબળ તરીકે ભુમિકા ભજવી રહ્યુ છે તે નિર્વિવાદ બાબત છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાનાં સતત માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સાયબર બુલીંગની મદદથી થતા ક્રાઇમને અટકાવવા અને આવા ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા માટે તાલીમબધ્ધ સાયબર એકસ્પર્ટ પોલીસની ટીમને સજજ કરવામાં આવી છે.આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ.

સમગ્ર દેશમાં ટેક્નોલોજી અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ એક પડકાર બની રહ્યો છે ત્યારે આ સ્થિતિ સામે પહોંચી વળવા સાયબર એક્ષપર્ટ પોલીસ ટીમ તૈયાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત નવનિર્મિત ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે સાયબર બુલીંગ અને સ્ટોકીંગ જેવા બનાવોમાં પ્રિવેન્શન અને તેના ઝડપી ડીટેકશનના હેતુસર ‘એન્ટી સાયબર બુલીંગ યુનિટ’ પણ તૈયાર કરવામાં આવ્યુ છે.

સેકટર-ર૭ ખાતે નવનિર્મિત ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ઇ-ઉદઘાટન પ્રસંગે રેન્જ આઇ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડાએ રેન્જમાં સમાવિષ્ટ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કોઇપણ નાગરિકને સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો મુંઝવતા હોય, આ સંબંધિત કોઇ માર્ગદર્શન મેળવવું હોય કે કોઇ ફરીયાદ હોય તો આ યુનિટનો સંપર્ક કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ પોલીસ સ્ટેશનમાં ઈન્ટેલીજન્સ એન્ડ ફ્રોડ કંટ્રોલ સીસ્ટમ ઉપરાંત એન્ટી પોર્નોગ્રાફિક યુનિટ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે.

સાયબર ક્રાઇમનાં ગુનાઓમાં એટલે કે જેમાં મોબાઇલ ફોન, કોમ્પ્યુટર કે કોઇપણ ડીજીટલ ડીવાઇસ દ્વારા ઈન્ટરનેટ માધ્યમ વડે કોઇ પણ પ્રકારની નાણાકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડીજીટલ ડેટાની ચોરીકે સોશિયલ મિડીયા સબંધીત માનસિક ત્રાસ, પોર્નોગ્રાફી, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, એઇડન્ટીટી થેફટ, ઇમેલ અથવા વેબસાઇટ હેકીંગ વિગેરેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકો સાથે થયેલ સાયબર નાણાકીય ફ્રોડમાં તાત્કાલીક મદદ કરવામાં આવશે.

એટલુ જ નહિ, જો શકય હશે તો આરોપીના બેંક એકાઉન્ટ, ઇ-વોલેટ કે ઇ-કોમર્સમાં રહેલ નાણા અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા બ્લોક કરાવી દેવામાં આવશે તે ઉપરાંત હેકીંગ, રેન્સમવેર, વિગેરે ટેકનિકલ ગુન્હાઓમાં પણ અત્રેના યુનિટ દ્વારા નાગરીકોને તાત્કાલીક માર્ગદર્શન પણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ગુનાઓ થતા અટકાવવા તેમજ થયેલા ગુનાઓના ત્વરીત સંશોધનના ખાસ હેતુ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રચના કરવામાં આવી છે. તેમજ રાજ્યની પોલીસ વર્તમાન સમયના કદમ સાથે કદમ મિલાવી શકે તે માટે પોલીસ તાલીમ અને પોલીસ દળના આધુનિકરણની પ્રક્રિયાને પણ અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા બનાવાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.