Western Times News

Gujarati News

“વર્ધમાનનગર મધ્યે સાધર્મિક ભક્તિ કેન્દ્રનો પ્રારંભ કરાયો

૩ હજાર ગરીબોને ભોજન કરાવાયું. 

ભુજ,  પ.પુ.સા. શ્રી કૈવલ્યપ્રિયાશ્રીજી મ.સા. તથા પ.પુ. સા. શ્રી જિનપ્રિયાશ્રીજી મ.સા. ની શુભ પાવન નિશ્રામાં ચાતુર્માસ દરમ્યાન ૪ માસમાં અત્રે ગુરૂભગવંતોનાં દર્શનાર્થે પધારેલા સંઘો અને મહેમાનોની સાધર્મિક ભક્તિ તથા એકાસણા, આયંબીલ અને આયંબીલની ઓળી સહિતના દાતાશ્રી કચ્છ સ્ટોન માઇન્સ એન્ડ મિનરલ્સના શ્રી રાજેન્દ્રસિંહ ભાટી, માતૃશ્રી નવલબેન ભાણજી પાસડ (શેરડી-મુલુંડ) હસ્તે શ્રી મહેન્દ્રભાઇ પાસડ, માતુશ્રી મૃદુલાબેન અરવિંદભાઇ વોરા (જામનગર) હસ્તે શ્રી ચિંતલભાઇ વોરા તથા અન્ય દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ચાલનારા સાધર્મિક ભક્તિ કેન્દ્રનું દીપપ્રાગટ્ય કરી જૈન સમાજરત્ન અને પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઇ છેડાએ ખુલ્લુ મુકયું હતું.

આ પ્રસંગે વર્ધમાનનગરના સરપંચ શ્રીમતી જ્યોતિબેન વિકમશી, પંચાયતના સભ્ય શ્રી દિપકભાઇ લાલન, શ્રીમતી શિલ્પાબેન મહેતા, આગેવાન શ્રી રાજેન્દ્રસિંહ ભાટી, શ્રી ચિંતલભાઇ વોરા, શ્રી કીરીટભાઇ શાહ, શ્રી આશિષભાઇ શાહ, શ્રી અરવિંદભાઇ શાહ અને વર્ધમાનનગરના રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્‌બોધન કરતા શ્રી તારાચંદભાઇ છેડાએ સાધાર્મિક ભક્તિ કેન્દ્રના દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવી હતી.

કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રી પ્રબોધ મુનવરે કરી હતી. જયારે વ્યવસ્થા શ્રી હિરાચંદભાઇ છેડા, શ્રી હરીશભાઇ લોડાયા, શ્રી દિલીપભાઇ મોતા, શ્રી ગૌતમભાઇ શાહ, શ્રી પારસભાઇ શાહ, શ્રી ધવલભાઇ છેડા, શ્રી મહેન્દ્રભાઇ લોડાયા વિગેરેએ સંભાળી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.