Western Times News

Gujarati News

યુનિયન બનાવવાના બહાને SRP જવાનો સાથે છેતરપીંડી

અમદાવાદ: રાજયમાં પગાર સહિતના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરે છે આ પરિસ્થિતિમાં પોલીસતંત્રમાં ફરજ બજાવતા જવાનો માટે ગાઈડ લાઈન બનાવવામાં આવી છે અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ અપાયો છે

આ દરમિયાનમાં સોશિયલ મીડીયા પર એકાઉન્ટ બનાવી યુનિયન બનાવવાની લાલચ આપી તેમાં સભ્ય પદ મેળવવા રૂપિયા ભરવાનું જણાવતા કેટલાક એસઆરપી જવાનોએ તેમાં રૂપિયા ભર્યાં હોવાનું જાણવા મળ્યુ છે જાેકે આ સમગ્ર બાબત ખોટી જણાતા એસઆરપી જવાનોએ આ અંગે ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક જાણભેદુઓ સંડોવાયેલા હોવાનું મનાઈ રહયું છે હાલમાં એક યુવક સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓ યુનિયન બનાવી સરકાર સામે બાયો ચઢાવે તેવા મેસેજાે સોશિયલ મીડીયા પર વહેતા થતાં રાજયના પોલીસવડાએ સતર્ક બની સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવા સાયબર સેલને સુચનાઓ આપી હતી આ ઉપરાંત પોલીસ જવાનો માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી આ દરમિયાનમં ટેલીગ્રામ પર એક એકાઉન્ટ બનાવી એસઆરપી જવાનોને પગાર સહિતના મુદ્દે વિરોધ કરવા માટે તેમાં જાેડાવા જણાવાયું હતું જેના પગલે ભારે હલચલ મચી ગઈ હતી

આ દરમિયાનમાં આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં અને કેટલાક એસઆરપી જવાનો પણ આગળ આવતા અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી  ગંભીર એવી આ ઘટનામાં તાત્કાલિક ધોરણે તપાસ કરી સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ આજે સવારથી જ સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચાસ્પદ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.