Western Times News

Gujarati News

ભરૂચમાં મુશળધાર વરસાદ વરસતા હેરીટેજ વોક નજીકનો કોટ ધરાશયી

જળચર જીવો રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા. –આ કોર્ટ વહેલી સવારે ધસી પડ્યો હોત તો વોકિંગ કરી રહેલા લોકો ના જીવનું જોખમ ઉભું થયું હોત. જમશેદજી રુસ્તમજી વખારીયાની પ્રોટેક્શન વોલ વરસાદી પાણીમાં ધસી પડતા અફરાતફરી : આ સ્થળે ગુજરાતી ફિલ્મો નું શૂટિંગ પણ થઈ ચુક્યા છે.

કોટ ધસી પડતા અન્ય કોટને પણ નુકશાન : સમગ્ર કાટમાળ નદીના પટમાં પથરાયો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ધરોહર ને હેરિટેજ વોક માં આવરી લઈ વિકસિત કરવામાં આવી રહ્યો છે.ત્યારે આવો જ ઐતિહાસિક ધરોહર ગણાતા જમશેદજી રુસ્તમજી વખારિયા નું નિવાસ સ્થાન પણ એક ઐતિહાસિક બની ગયું છે અને આ ઐતિહાસિક સ્થળ ની વિશાળ પ્રોટેક્શન કોર્ટ મોડી રાત્રી એ વરસેલા વરસાદ માં ધસી પડતા અન્ય કોર્ટ ને પણ નુકશાન થવા સાથે સમગ્ર કાટમાળ નદી ના પટ માં એકત્ર થયેલો જથ્થો જોવા મળ્યો હતો.પરંતુ આ હોનારત વહેલી સવારે થઈ હોત તો મોટી દુર્ગધટના સર્જાઈ હોત તેવી દહેશત સ્થાનિકો એ વ્યક્ત કરી હતી.

ભરૂચ જીલ્લા માં ગતમોડી રાત્રીએ થી મુશળધાર વરસાદ વરસ્યો હતો.જેના પગલે ભરૂચ જીલ્લા ના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર ના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં ભરૂચ ના ઐતિહાસિક ટાવર નજીક ની ઐતિહાસિક ધરોહર ગણાતા અને ભૂતકાળ માં આ સ્થાળે ખમ્મા મારા લાલ જેવા અનેક ગુજરાતી ફિલ્મો નું શૂટિંગ પણ થઈ ચુક્યા છે.ત્યારે આવા ઐતિહાસિક ધરોહર ગણાતા જમશેદજી રુસ્તમજી વખારીયાના નિવાસ સ્થાન ના ઐતિહાસિક કોર્ટ નો કેટલોક હિસ્સો વરસાદી પાણી માં ધોવાણ થવાના કારણે અચાનક ધસી પડતા અન્ય કોર્ટ સાથે પણ અથડાતા સમગ્ર કોર્ટ નો કાટમાળ નર્મદા નદી ના પટ માં એકત્ર થયેલો જથ્થો જોવા મળ્યો હતો અને આ કાટમાળ માં કેટલાય જળચર જીવો રઝળતા જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મળસ્કે ધસી પડેલો કોર્ટ વહેલી સવારે ધરાશય થયો હોત તો આ સ્થળ નજીક વોકિંગ કરી રહેલા લોકો ના જીવ નું જોખમ પણ ઉભું થવાની પુરેપુરી દહેશત વર્તાઈ રહી છે.ત્યારે ધસી પડેલા કોર્ટ નો હજુ પણ કેટલો હિસ્સો અત્યંત જર્જરિત જોવા મળી રહ્યો છે.ત્યારે જર્જરિત કોર્ટ ને ઉતારી લેવામાં આવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં મુશળધાર વરસાદઆમોદમાં ૧૧ મી.મી. અંકલેશ્વરમાં ૨.૫ ઈંચ ભરૂચમાં ૨.૫ ઈંચ હાંસોટમાં ૧૬ મી.મી. વાગરામાં ૩ ઈંચ ઝઘડિયામાં ૫ મી.મી.

મુશળધાર વરસાદ ના પગલે અનેક કોમ્પ્લેક્ષો જળબંબાકાર   ભરૂચ જીલ્લા માં મોડી રાત્રી એ થી વહેલી સવાર સુધી વરસેલા મુશળધાર વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તારો માં જળબંબાકાર ના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ત્યારે ભરૂચ નગર પાલિકા સંચાલિત શક્તિનાથ નજીક ના સરદાર મ્યુન્સીપલ શોપિંગ સેન્ટર માં વરસાદી પાણી ના નિકાલ માટે ની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સામાન્ય વરસાદ માં પણ ઘુટણ સમા પાણી ભરાઈ જતા દુકાનદારો ને અન્ય રોગચાળા ની દહેશત સાથે દુકાનો માં પાણી ભરાઈ જવાની પણ દહેશત વ્યક્ત કરી રહ્યા છે.ત્યારે વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરો ના ઉપદ્રવ થી ભંયકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વર્તાઈ રહી છે.

 ફોટોલાઈન : ભરૂચ જીલ્લા માં મોડીરાત્રી થી વહેલી સવાર સુધી વરસેલા મુશળધાર વરસાદ ના પગલે ભરૂચ ના કોર્ટ વિસ્તાર માં ઐતિહાસિક ધરોહર ગણાતા જમશેદજી રુસ્તમજી વખારીયા ની પ્રોટેક્શન વોલ વરસાદી પાણી માં ધસી પડતા નદી ના પટ ની અન્ય પ્રોટેક્શન વોલ પણ ધસી પડતા સમગ્ર કાટમાળ નદી ના પટ માં પહોંચ્યો હતો.તો બીજી તરફ મ્યુન્સીપલ શોપિંગ સેન્ટર માં વરસાદી પાણી ભરાઈ રહેતા દુકાનદારો માં રોષ ની લાગણી જોવા મળી રહી હતી.જે તસ્વીર માં ધસી પડેલી ઐતહાસિક ધરોહર કોર્ટ ની દીવાલ તથા શોપિંગ માં ભરાયેલા વરસાદી પાણી નજરે પડી રહ્યા છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.