Western Times News

Gujarati News

અરવલ્લી : ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી, ઉકળાટથી છુટકારો મળતા લોકોમાં હાશકારો  

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીના પાકનું ૭૦ હજાર હેકટરમાં વાવેતર કરાયું છે.ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ હતી ખાસ કરીને મગફળીના પાકમાં રોગ દેખાતાં પાકનો છોડ મુરઝાતા ખેડૂતો ચિંતીત બનયા હતા જિલ્લામાં ખેતી માટે ખેડૂતો આકાશી ઉપર વધુ નિર્ભર રહે છે.

વરસાદ ખેંચાય તો મોઘું બિયારણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે અરવલ્લી જીલ્લાના કેટલાક ભાગમ  વહેલી સવારથી વરસાદની રી એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો આમ લાંબા સમય બાદ ફરી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે લાંબા સમય બાદ જીલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદ ખાબકતા જીલ્લામાં અસહ્ય ઉકળાટ અને બફારા થી રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

અરવલ્લી જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડાસા અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. અરવલ્લી જિલ્લામાં ફરી ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે. જિલ્લાના ગ્રામ્ય પંથકમાં છૂટછવાયો વરસાદ પડ્યો છે મોડાસા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું  વરસાદી ઝાપટાંના પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં વરસાદ પડતા જિલ્લામાં મુરઝાતી ખેતીને નવજીવન મળતા ખેડૂતોએ હૈયે હાશકારો અનુભવ્યો હતો

હજુ પણ જીલ્લામાં ખેતી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો 
જીલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં સુકારા નામના રોગે દેખા દીધી છે.જે ચિંતાનો વિષય ખેડૂતો માટે ચિંતા વિષય બન્યો છે  આ સિઝનમાં એકપણ વખત મૂશળધાર વરસાદ વરસ્યો નથી.કુવા,તળાવમાં નવા નીર આવ્યા નથી.ત્યારે વરસાદ લંબાતાં ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે.કપાસ,દિવેલા,મકાઈ અને અન્ય પાકની વાવણી કરી છે છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઉંચકાયો છે.જેના કારણે ખરીફ પાક ઉપર મોટું સંકટ ઉભુ થયું છે જીલ્લામાં ખેતી લાયક વરસાદ ન વરસતાં ખેડૂતો ચિંતીત બન્યા છે.જયારે મગફળીના પાકનું વાવેતર કરે દોઢ માસ જેટલો સમયગાળો થઈ ગયો છે.પરંતુ વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં સુકારાનો રોગ દેખાતા પાકના છોડ સુકાઈ રહયા છે. જયારે અતિશય તડકાના કારણે ખેતીનો પાક બળી પણ જાય છે.બીજી બાજુ ખેડૂતોને મોંઘા બિયારણ અને મોઘીદાટ દવાઓનો ખર્ચ માથે પડે તેમ છે.આમ હાલ કોરોના વાયરસને લઈ લોકોના કામ ધંધાને અસર થઈ છે.જયારે આ પંથકમાં વરસાદ ન થતાં ખરીફ પાક નષ્ટ થવાને આરે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.