Western Times News

Gujarati News

વંથલીમાં માસ્ક પહેર્યા વગર ફરતા 42 લોકો પાસેથી વસુલાયા 8,400

કોરોના સંક્રમણ  રોકવા માટે સરકાર દ્વારા અનલોક જાહેર કર્યું છે એમા ધંધા રોજગાર માં ધણી બધી છૂટછાટ આપવામાં આવી છે તો બીજી તરફ અમુક નિયમો પણ ફરજીયાત કરવામાં આવ્યા છે જેમાં જાહેર જગ્યાઓ પર સામાજિક અંતર જાળવવું માસ્ક પણ ફરજીયાત પહેરવું સહિતના નિયમો પાડવા  ફરજીયાત છે. પરંતુ હજી પણ ધણા લોકો જાહેર સ્થળોએ અથવા તો બજારોમાં કે રસ્તા પર માસ્ક પહેર્યા વગર નીકળી રહયા છે.
ત્યારે વંથલી પીએસઆઇ બી.કે. ચાવડા અને પોલીસ સ્ટાફ દ્વારા શહેર ના જુદા જુદા વિસ્તારોમાં માસ્ક ઝુંબેશ હાથ ધરી હતી માસ્ક પહેર્યા વગર ફરતા 42 લોકોને ઝડપી પાડી તેમની પાસેથી 8 હજાર 400 રૂપિયા નો દંડ વસુલ કરીયો હતો
મહત્વનું છે કે કોરોના નું સંક્રમણ રોકવા માટે જે રીતના નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ હજી પણ ધણા લોકો નિયમો નું પાલન કરતા નથી જેને કારણે કોરોના નું સંક્રમણ વધવાની પૂરેપુરી શકયતાઓ રહેલી છે ત્યારે વંથલી પીએસઆઇ બી.કે. ચાવડા દ્વારા હવે ફરજીયાત માસ્ક ને લઇને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.