Western Times News

Gujarati News

અરવલ્લીમાં કોરોના બેકાબુ વધુ ૭ કેસ સાથે દર્દીઓનો કુલ આંક ૩૧૨ પર પહોંચ્યો

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિ-દિન વધી રહ્યું છે ત્યારે શુક્રવારના રોજ વધુ ૭ નવા પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક ૩૦૦ ને પાર કરી ૩૧૨ પર પહોંચ્યો છે.શુક્રવારના  રોજ અરવલ્લી જિલ્લાના બાયડ અને મેઘરજ તાલુકામાં ૩-૩ અને મોડાસા શહેરમાંથી ૧ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા છે.જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

મોડાસા શહેર સહિત જિલ્લાભરમાં કોરોના વાયરસ થોભવાનું નામ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આજે મેઘરજ નગરના ગેસ્ટ હાઉસ રોડ પર રહેતા ૫૦ વર્ષીય આધેડ,રામનગર સોસાયટીમાં રહેતો ૩૨ વર્ષીય યુવક અને નવજીવન સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો, બાયડ તાલુકાના સાઠંબા ગામની ૩૮ વર્ષીય મહિલા,ચોઈલા અને પેંટરપુરા ગામના વૃદ્ધ કોરોનાગ્રસ્ત બન્યા હતા તમામ કોરોના પોઝેટીવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી સઘન સારવાર હાથ ધરી હતી.

મોડાસા શહેર ઉપરાંત જિલ્લાના બાયડ તથા મેઘરજ તાલુકામાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન રોકેટ ગતિએ વધી રહ્યું છે ત્યારે જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે. આજે વિવિધ સ્થળોએથી કોરોનાના પોઝીટીવ કેસો નોંધાતા સ્થાનિક પાલિકા તંત્ર, પંચાયત તેમજ આરોગ્ય તંત્રની ટીમો જે-તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધરી સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરવાની કામગીરી હાથ ધરી હતી. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.