Western Times News

Gujarati News

ચેન્નાઈમાં ‘આઈફોન 11’નું મેન્યુફેક્ચરિંગ શરૂ, એપલને ઈમ્પોર્ટ ટેક્સમાં 22%ની બચત થશે, ફોનની કિંમતમાં ઘટાડો આવી શકે

ચેન્નાઈ, ટેક જાયન્ટ એપલે ભારતમાં ‘આઈફોન 11’નાં મેન્યુફેક્ચરિંગનું કામ શરું કર્યું છે. ધ ઈકોનોમિસ્ટ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ‘આઈફોન 11’નું ઉત્પાદન ચેન્નાઈમાં ફોક્સકોન કરશે. ફોક્સકોન એપલની ટોપ-3 કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચર કંપની છે. આ પ્લાન્ટમાં કંપની ‘આઈફોન XR’ પણ બનાવે છે. રિપોર્ટ અનુસાર, કંપની ધીરે ધીરે તેનું પ્રોડક્શન વધારવાની યોજના બનાવી રહી છે. ભવિષ્યમાં ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે કંપની ‘આઈફોન 11’ ભારતમાં બનાવી રહી છે.

એપલ ‘આઈફોન 11’નું ઉત્પાદન ભારતમાં કરી રહી છે. તે ભારત માટે એક સફળતા છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર, સિલિકોન વેલીમાં કંપનીનો એક પ્લાન્ટ સ્થાનિક લેવલે નવા અને મોંઘા આઈફોન બનાવવા માટે ઉત્સુક નથી. તેના માટે હાઈ એન્ડ, ઓર્ગેનિક લાઈટ એમેટિંગ ડાયોડ મોડેલનું ઉત્પાદન કરવા માટે યોગ્ય સપ્લાઈ ચેન અને સ્કિલ્ડ લેબરની ઊણપ સહિતના પરિબળોને જવાબદાર ગણવામાં આવ્યા છે. તેથી એપલે તેની રણનીતિમાં ફેરફાર કર્યો છે.

આઈફોન 11નું ભારતમાં ઉત્પાદન સરકારની PLI (પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટિવ) સ્કીમથી જોડાયેલું છે, જે કંપનીઓને સ્માર્ટફોનનું દેશમાં જ મેન્યુફેક્ચરિંગ કરવા પ્રોત્સાહન આપે છે. સરકાર સ્માર્ટફોન મેકર્સને સપ્લાઈ ચેન મશીનરી લાવવા માટે ભાર આપી રહી છે, જેથી સ્વદેશી માર્કેટિંગ માત્ર અસેમ્બલ પૂરતું જ સીમિત ન રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.