Western Times News

Gujarati News

દૈનિક સંક્રમિત કેસની સરખામણીએ ભારત બ્રાઝિલને પાછળ રાખી વિશ્વમાં બીજા સ્થાને

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં હાલમાં ૧૨ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જેને લઈને સરકાર પણ ચિંતા અનુભવી રહી છે. રોજના સંક્રમિત કેસની વાત કરીએ તો ભારતમાં રોજ ૩૫-૪૦ હજારની વચ્ચે કેસ આવી રહ્યા છે. ગયા અઠવાડિયે ૧૬-૨૨ જુલાઈમાં ભારતમાં આવેલા રોજના સંક્રમણ કેસની સંખ્યા બ્રાઝિલ કરતાં પણ વધારે છે. દૈનિક સંક્રમિત કેસની સરખામણીએ ભારતે બ્રાઝિલને પાછળ રાખીને વિશ્વમાં બીજું સ્થાન મેળવી લીધું છે.
ઉલ્લેખનીય છે કે ૧૬-૨૨ જુલાઈ દરમિયાન ભારતમાં ૨,૬૯,૯૬૯ કોરોનાના કેસ આવ્યા છે જ્યારે બ્રાઝિલમાં આ સંખ્યા ૨,૬૦, ૯૬૨ રહી હતી. એના ૭ દિવસ પહેલાં પણ ૯-૧૫ જુલાઈ સુધીના અઠવાડિયામાં ભારતમાં ૨,૦૦,૧૫૯ કેસ આવ્યા હતા ત્યારે બ્રાઝિલમાં ૨,૫૪,૭૧૩ કેસ હતા. અન્ય તરફ અમેરિકામાં ગયા અઠવાડિયે ૪,૭૮,૮૯૯ કેસ જોવા મળ્યા છે.
બ્રાઝિલમાં અત્યારે ૨૨,૩૧,૮૭૧ કોરોનાના કેસ છે જે ભારતની સરખામણીએ ૧૦ લાખથી પણ વધારે છે.

આ સમયે ભારત  બ્રાઝિલથી આગળ જઈ શકે નહીં. અમેરિકામાં બ્રાઝિલ અને ભારતની સરખામણીએ વધારે કેસ છે. બુધવારે સુધી અમેરિકામાં ૪૧,૦૦,૮૭૫ કેસ હતા જ્યારે ભારતમાં ૧૨,૩૮,૩૭૪ કેસ હતા.  ઉલ્લેખનીય છે કે ભૌગોલિક રીતે જોતાં અમેરિકા દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલ પાંચમા અને ભારત સાતમા સ્થાને છે. જ્યારે દેશના એક ભાગમાં સંક્રમણ ફેલાય છે ત્યારે તે અન્ય ભાગમાં પણ પહોંચે છે. જનસંખ્યાના આધારે ભારત દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અમેરિકા ત્રીજા અને બ્રાઝિલ છઠ્ઠા સ્થાને છે. નાના અને ઓછા આબાદી વાળા દેશની તુલનામાં ત્રણેય દેશોમાં પ્રતિ વ્યક્તિ સંક્રમણ અને મૃત્યુ સંખ્યા ઓછી છે.

જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં ૭,૮૨,૬૦૬ દર્દીઓ સાજા થયા છે અને અત્યારે ૩,૫૬,૪૩૯ દર્દીઓ સંક્રમિત છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે ૩,૫૦,૮૨૩ નું ટેસ્ટિંગ કરાયું હતું. અને સાથે ૨૨ જુલાઇ સુધી કુલ ૧,૫૦,૭૫,૩૬૯નું ટેસ્ટિંગ થઈ હતું. સૌથી વધારે ૪૫૭૨૦ નવા કેસથી સંક્રમિતોની સંખ્યા ૧૨ લાખથી વધુ થઈ છે. જ્યારે ૧૧૨૯ લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા ૨૯૮૬૧ થઈ છે. ભારતમાં હાલમાં મૃત્યુદર ૨.૪૧ ટકા છે. અને પોઝિટિવિટી રેટ કુલ તપાસમાં સંક્રમિત થયેલાની સંખ્યા ૧૩ ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.