Western Times News

Gujarati News

ગુજરાતના નવા પોલીસવડા માટે ૧૩ નામની યાદી કેન્દ્રને મોકલાઈ

ગાંધીનગર: રાજ્યના નવા પોલીડ વડાની નિમણૂક માટે કવાયત શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ડીજીપીની નિમણૂક માટે નામોની યાદી તૈયાર કરાઇ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડીજીપી શિવાનંદ ઝાને હવે એક્સટેન્શન નહિ મળે. ત્યારે ગુજરાતના નવા ડીજીપી માટે કેન્દ્રને કેટલાક નામોની યાદી મોકલવામાં આવી છે. ડીજીપીની પસંદગી માટે ૧૩ નામોની યાદી કેન્દ્રને મોકલવામાં આવી છે. કેન્દ્રમાંથી લીલીઝંડી મળ્યા બાદ નવા ડીજીપીના નામની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, હાલના ડીજીપી શિવાનંદ ઝા ૩૧ જુલાઈના રોજ નિવૃત્ત થવાના છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝાને અગાઉ કોવિડની સ્થિતિમાં લોકડાઉનના કારણે ૩ મહિનાનું એક્સટેન્શન અપાયું હતું.

નવા પોલીસવડા માટે સંભવિત નામો જાેઇએ તો આશિષ ભાટિયા, કેશવ કુમાર, રાકેશ અસ્થાના, એ કે શર્મા, ટી. એસ. બિષ્ટ, સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવાલ, વિકાસ સહાય સહિત ૧૩ નામોની યાદી કેન્દ્રમાં મોકલવામાં આવી છે. આ યાદીમાંથી ૩ નામો નિશ્ચિત થશે.
લોકડાઉનને કારણે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.

પહેલાં તેઓ ૩૦ એપ્રિલના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ કોરોનાને કારણે તેઓ જુલાઈ ૨૦૨૦માં નિવૃત્ત થશે. એટલે આ મહિનો શિવાનંદ ઝાનો અંતિમ મહિનો છે.  શિવાનંદ ઝા ૨૦૧૮માં ગુજરાતના ૩૭માં પોલીસ વડા બન્યા હતા. મૂળ બિહારના અને ૧૯૮૩ની બેચના આઇપીએસ શિવાનંદ ઝાનો જન્મ ૧૯૬૦માં થયો હતો.

તેઓ અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનર, ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા સહિતના હોદા પર ફરજ બજાવી ચૂક્યા છે. એસએસ ખંડવાવાલા બાદ ૧૦ વર્ષ પછી ગુજરાતના કોઇ ડીજીપીને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.