Western Times News

Gujarati News

કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણઃ અમિત ચાવડા

File

નાગરિક ભૂલ કરે, ઊતાવળમાં કોઈ કામકાજ માટે જવાનું થાય, માસ્ક કે હેલ્મેટ પહેરવાનું ભૂલી જાય તો મોટો દંડ
અમદાવાદ, ગુજરાતમાં કોરોના મહામારી બેકાબૂ છે. સરકાર તમામ રીતે કોરોના મહામારીમાં નાગરિકોને આરોગ્ય સેવા સુરક્ષામાં આપવામાં નાકામ છે કોરોના મહામારીમાં પણ ગુજરાતના નાગરિકો માટે એક નિયમ અને ભાજપાના સંત્રી મંત્રી મળતિયાઓ માટે કોઈ નિયમ જ નહી આ કેવી રાજ્યવ્યવસ્થા ?

સામાન્ય નાગરિકોને સામાજિક પ્રસંગ માટે મંજૂરી માંગે તો ૫૦ માણસની મંજૂરી, દુઃખદ પ્રસંગ માટે ૨૦ની મર્યાદા, રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવ, પાક વીમો, સીંચાઈ પાણી જેવા હક્ક અધિકાર માટે માંગ રાખે તો લાઠી ચાર્જ, એલઆરડી, આઈટીઆઈ ઈન્સ્ટ્રક્ટર, જીપીએસસી લેક્ચરર ભરતી, ટેટ-ટાટ ભરતી સહિતના મુદ્દે ગુજરાતના યુવાનો રોજગાર અધિકારની વાત કરે.

આંદોલન કરે તો ધરપકડ થાય, કાયદો બતાવાય પણ ભાજપના નેતાઓને તમામ છૂટછાટો, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે જેઓ દક્ષિણ ગુજરાતના સૌથી વધુ કોરોના ગ્રસ્ત સુરતમાં રેલી કાર્યક્રમ યોજે, મોટી સંખ્યામાં ભીડ ભેગી થાય ત્યારે સંક્રમણ વધશે, દક્ષિણ ગુજરાત અને સુરતની જનતા કોરોનામાં સપડાશે તો જવાબદાર કોણ?

મુખ્યમંત્રીનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં નમસ્તે ભાઉ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? સુરતમાં ૧૧,૦૦૦ કરતા વધુ કેસો કોરોના સક્રમણના આવી ચુક્યા છે. ૩૫૦ થી વધુ મૃત્યુ નોંધાયા છે. ખુદ વહિવટીતંત્ર અને મુખ્યમંત્રી કોરોનાના સક્રમણ સુરતમાં વધશે તેવુ સ્વિકારી ચુક્યા છે.

ભાજપના નેતાઓને એપેડમીક એક્ટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વિવિધ જોગવાઈઓ શું લાગુ પડતી નથી ? ભારત સરકારના એમએચએની સ્પષ્ટ માર્ગદર્શીકા એનલોક-૧ અને અનલોક-૨માં પણ જાહેર કરવામાં આવેલ છે કે જાહેર કાર્યક્રમા મેળાવડા રાજકીય ભીડ એકત્ર કરવા પર રોક. તો પછી સુરતની ભાજપા અધ્યક્ષની રેલીને કેવી રીતે મંજૂરી ? વહીવટીતંત્ર પણ કોના ઈશારે ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.