Western Times News

Gujarati News

કોરોનાને લીધે સેકન્ડ હેંડ પર્સનલ વાહનોની માંગ વધી

પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ પોતાના વાહનમાં જવાનું નાગરિકો સલામત માની રહયા છે

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાએ લોકોની જીવનશૈલીને બદલી નાંખી છે. લોકડાઉન પહેલા લોકો રૂપિયા ખર્ચી નાંખતા અચકાતા ન હતા. તેઓ આજે કરકસર કરીને પાઈ-પાઈ જાેઈને વાપરી રહયા છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકી દેવાયો છે જયારે જે ખૂબ જ જરૂરી હોય તેના પર પૈસા વાપરવામાં આવી રહયા છે .કોરોનાને લઈને સલામતીની વાત આવતી હોય ત્યાં વિચારાતુ નથી.

પાછલા કેટલાક સમયથી સેકન્ડ-હેન્ડ વ્યક્તિગત વાહનની માંગમાં વધારો થયો છે પરંતુ તે મોટા શહેરો સિવાયના શહેરોમાં જાેવા મળી રહયો છે નવી ગાડી ખરીદવુ મોંઘુ પડતુ હોવાથી સેકન્ડની ગાડી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો છે સેકન્ડહેંડ વાહનોની ખરીદીમાં ફેબ્રુઆરીની સરખામણીએ જૂલાઈમાં રપ ટકાનો વધારો થયો છે લગભગ પપ ટકા લોકો આવતા છ મહિનામાં પર્સનલ વ્હિકલનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે.

કોરોનાને કારણે નાગરિકો પોતાનું પર્સનલ વાહન ખરીદી રહયા છે. પરંતુ નવા વાહન ખરીદી કરવા માટે રૂપિયા નહી હોવાથી સેકન્ડના વાહનો ખરીદી કરવા તરફ મન લગાવા સિવાય છૂટકો રહેતો નથી દેશના જુદા-જુદા રાજયોમાં આ પ્રકારની સ્થિતિ જાેવા મળી રહી છે.
દેશના અલગ-અલગ રાજયોમાં ૩-૬ મહિનામાં અંદાજે પ૬ ટકા લોકો કાર ખરીદવા માંગે છે અને તેમાંથી પ૪ ટકા લોકો સેકન્ડ હેંડ કાર ખરીદવા ઈચ્છે છે ૭ર ટકા લોકોએ કોવિડ-૧૯ને કારણે તેમનું કાર ખરીદવાનું બજેટ ઘટાડયુ હોવાનું જણાવ્યું હતું મતલબ એ કે નવી ગાડીઓની જગ્યાએ લોકો સેકન્ડના વાહનો ઈચ્છી રહયા છે.

કોરોનાને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઓછો ઉપયોગ કરીને પોતાના વાહનમાં કામ-ધંધાના સ્થળે જવાનું લોકો ઈચ્છી રહયા છે દરેક વ્યક્તિ પોત પોતાના બજેટ પ્રમાણે વાહનોની ખરીદી કરી રહી છે પરંતુ લોકડાઉન પછી પર્સનલ વ્હિકલની માંગ વધી છે તે નકકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.