Western Times News

Latest News from Gujarat

અનલોક પછી પણ છૂટક વેપાર ૬૪ ટકા ડાઉનઃ વેપારીઓને ઘર ખર્ચ કાઢવાના ફાંફાં

(પ્રતિનિધિ) અમદાવાદ: “હાઉ ધ જાેશ” કોરોનાને લીધે ધંધા- પાણી ઠપ થઈ જતા હાલમાં વહેપારીઓનો “જાેશ” ઠંડો પડી ગયો છે. જુલાઈ પતવાની તૈયારીમાં છે. છતાં આગામી દિવસોમાં ધંધા-પાણી ધમધમતા થાય તેવા અણસાર જણાતા નથી. ખાસ કરીને છૂટક ધંધો કરતા દુકાનદારોની હાલત કફોડી થઈ છે લોકડાઉન દૂધવાળાઓને, શાકભાજી વાળા, કરિયાણાવાળા અને દવાની દુકાનોને વાળાને ફળ્યુ છે

બાકીના બધાને જાણે કે રોવાના દિવસો આવી ગયા છે ધંધાદારી જાય તો જાયે પણ કર્યાં ?? દુકાનો ખોલવામાં આવે છે પરંતુ ઘરાકો તો ડોકાવા જાેઈએને ?? નિસાસા નાંખતા વહેપારીઓ જાણે કે પૂછી રહયા છે આવુ કેટલા દિવસ ચાલશે ?? કોરોના મુઢમાર અને મૂર્છામાંથી અર્થતંત્રને ચેતનવંતુ થતા હજુ સમય લાગશે તેમ નિષ્ણાંતો જણાવી રહયા છે

પરંતુ કેટલો સમય લાગશે તેને લઈને કોઈ ચોક્કસ કહેતુ નથી.  કોરોનાએ પ૬ની છાતીવાળા અનેક લોકોને ધરતી પર લાવી દીધા છે. અર્થતંત્રને ચાર્જ કરવા માટે પ્રયાસો થયા છે અને તેથી અનલોક લાવવામાં આવ્યુ પરંતુ તેમાં કોરોના સંક્રમણ વધતા ઘણા રાજયોએ પાછુ લોકડાઉન લાવવુ પડયુ તો ગુજરાત જેવા રાજયોમાં તો વેપારી એસોસીએશનો સ્વૈચ્છિક લોકડાઉન કરવા લાગ્યા છે આવુ કહેવાનો તાત્પર્ય એ છે કે કોરનાને કારણે ધંધા-પાણીને ફટકાઓ પડયા છે જુલાઈના બીજા સપ્તાહ સુધીમાં ભારતમાં છૂટક (રીટેઈલર) વેપારીઓને ૬૪ ટકા નુકસાની વેઠવી પડી હતી.

આમાં ગુજરાત સહિત દેશના તમામ રાજયોનો સમાવેશ થઈ જતો હશે. કારણ કે આ માસિક સર્વે રિટેલર્સ એસોસીએશન ઓફ ઈન્ડીયા (આરએઆઈ)એ કરાવ્યો છે. જાેકે જૂલાઈમાં અન્ય મહિનાઓ કરતા થોડો સુધારો જરૂર થયો છે. મૂળવાત એ છે કે કોરોનાના કારણે ધંધા-પાણીમા અનેક અવરોધો આવ્યા છે. સ્થિતિ થાળે પડતા કેટલા મહિના જાય છે તે કહેવુ મુશ્કેલ છે

પરિસ્થિતિમાં સુધારો સુધારો થઈ રહયો હતો ત્યાં પાછા લોકડાઉન તથા સ્વૈચ્છિક લોકડાઉન, કામકાજના સમયમાં ઘટાડો આ તમામ પરિબળો ધંધા- વ્યવસાય પર અસર કરતા હોય છે વળી બજારો ખુલ્યા છે તો હવે વહેપારીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહયા છે આવી સ્થિતિમાં કામધંધામામાં મન કઈ રીતે ચોંટશે કામ ધંધામાં ધ્યાન આપે તો ગાઈડ લાઈનનું પાલન થાય નહી ?! તો દંડનો ચાંદલો કપાળે ચોંટે એ તો બાજુમાં રહયુ. પણ નસીબ ખરાબ હોય અને કોરોના ચોટે તો ?!

વહેપારીઓને તો બધી બાજુથી મરો થઈ રહયો છે. વેચાણ થતુ નથી કોરોના સતાવી રહયો છે. કામધંધામાં મન લાગતુ નથી. આ તમામ વ્યથાની વચ્ચે ઘર ખર્ચ કાઢવાનો છે. આવામાં વેપારીઓ કરે તો કરે પણ શું ?? વહેપારી મહેનતકશ અને ખુદ્દારવર્ગ છે કોઈની સામે હાથ પણ લાંબો કરી શકતો નથી સરકાર પણ કેટલા લોકોને મદદ કરે ??

તેની ખુદની આવક લોકડાઉનમાં ઠપ હતી. આવકવેરો, જી.એસ.ટી, સેલ્સટેકસ સહિતના ડીપાર્ટમેન્ટ બંધ હાલતમાં હતા એટલે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા. કોરોનાએ નાગરિકોની કમર બેવડ કરી દીધી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers