Western Times News

Gujarati News

નક્સલબાડીનું શૂટિંગ શરૂ થતાં ન્યુ નાૅર્મલ લાઇફ સાથે ઍડ્‌જસ્ટ થવું પડશે

રાજીવ ખંડેલવાલે લાૅકડાઉન બાદ તેની વેબ-સિરીઝ ‘નક્સલબાડી’નું શૂટિંગ શરૂ થતાં નવી નાૅર્મલ લાઇફમાં ઍડ્‌જસ્ટ થવાની વાત કહી છે. એનું શૂટિંગ ગોવામાં ચાલી રહ્યું છે. ૮ એપિસોડની આ સિરીઝ એક ફિક્શનલ સ્ટોરી પર આધારિત છે.

રાઘવ નામના પોલીસની ભૂમિકામાં રાજીવ જાેવા મળશે. ઝીફાઇવની આ સિરીઝમાં ટીના દત્તા, સુજિતા ડે, સત્યદીપ મિશ્રા, શક્તિ આનંદ અને આમિર અલી પણ જાેવા મળશે. લાૅકડાઉનમાં રાહત આપતાં ધીમે-ધીમે ફિલ્મો અને સિરિયલ્સનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે.

કામ શરૂ થતાં રાજીવ ખંડેલવાલે કહ્યું કે ‘વિશ્વ બદલાઈ ગયું છે અને અમે ખૂબ ઝડપથી આ નવી નાૅર્મલ લાઇફને ઍડ્‌જસ્ટ કરી રહ્યા છીએ. અમે એવી કેટલીક વેબ-સિરીઝમાંના છીએ જેણે શૂટિંગ શરૂ કરી દીધું છે. આશા રાખીએ છીએ કે પડકારોનો સામનો કરતાં અને આવા પ્રતિકૂળ સંજાેગોમાં અમે સફળ થઈશું.’

પોતાના પાત્ર વિશે જણાવતાં રાજીવ ખંડેલવાલે કહ્યું કે, ‘તમને પોતાનું પાત્ર સાકાર કરવાની જરૂર હોય છે, કારણ કે એમાં ખૂબ પ્રબળતા હોય છે.

એમાં દૃઢતાની જરૂર હોય છે. આ કૅરૅક્ટર માટે મેં પહેલી વખત મૂછ લગાવી હતી. મોટી ચૅલેન્જ તો એ હતી કે મારે ઉગ્રતાપૂર્વક બૅલૅન્સ જાળવી રાખવાનું હતું. ડિરેક્ટર પાર્થો મિત્રા માટે તો આ એક મોટો ટાસ્ક છે. ગાઢ જંગલમાં ઍક્શન-સીન્સ કરવા એ શૂટિંગનો ઇન્ટરેસ્ટિંગ ભાગ છે. એમાં પણ વરસાદમાં ચારેય બાજુ કાદવ-કીચડ ફેલાયેલું હોય છે. સવારથી લઈને સાંજ સુધીનો આ તદ્દન નવો અનુભવ છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.