Western Times News

Gujarati News

મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત કોલેજમાં  કારગીલ વિજય દિવસની રક્તદાન કરી ઉજવણી 

પ્રતિનિધિ દ્વારાભિલોડા: અરવલ્લી જિલ્લાના મોડાસાના મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત કોલેજ કેમ્પસમાં કારગીલ વિજય દિવસની ઉજવણીના ઉપલક્ષમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પમાં મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલીત આર્ટસ ,કોમર્સ અને સાયન્સ કોલેજના 70 એન.સી.સી કેડેટ્સ રક્ત દાન કર્યુ હતું. આ પ્રસંગે 34 ગુજરાત બટાલીયન ના કર્નલ મનીષ ધવન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ કોરોના માહમારી ચાલી રહી છે

ત્યારે રકત ની વધુ જરૂરીયાત પડતી હોય છે ત્યારે ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી નિશુલ્ક રકત મળી રહે તે હેતુ થી આ રકત દાન નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ ના પ્રભારી મંત્રીઓ સુભાષભાઇ શાહ , સુરેન્દ્રભાઇ જે.શાહ અને મહેંદ્રભાઇ વી. શાહ તેમજ આર્ટસ કોલેજ પ્રિન્સિપલ ડો .દિપકભાઈ જોષી, કોમર્સ કોલેજ નાં પ્રિન્સિપલ ડો .સુધીરભાઈ જોષી. સાયન્સ કોલેજ ના પ્રિન્સિપલ ડો .કે .પી પટેલ સાથે એન .સી .સી કોલેજ ના કમાન્ડર સાથે એન.સી. ટ્રેનર્સ ઉપસ્થિતિ રહી કાર્યક્રમ ને સફર બનાવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.