Western Times News

Gujarati News

આ રીતે કરો ભોલેનાથની પૂજા, પ્રાપ્ત થશે અપાર કૃપા

પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આમ તો આખો શ્રાવણ મહિનો વ્રત, પૂજા અને આરાધના માટે અત્યંત શુભ ગણાય છે પરંતુ સોમવારનું એક આગવું મહત્વ છે. આજના દિવસે જાે વિધિ વિધાનથી ભોલેનાથની પૂજા કરવામાં આવે તો તમામ કષ્ટો દૂર થાય છે.

શિવજીને શ્રાવણ મહિનો અતિ પ્રિય છે. ભોલેનાથ આમ પણ અત્યંત ભોળા હોય છે અને એક લોટો જળનો આપણે તેમને ચડાવીએ તો પણ આપણી પૂજા સ્વીકાર કરી લે છે. શ્રાવણ મહિનામાં સોમવારનું ખુબ મહત્વ છે. કહેવાય છે કે સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પહેલો સોમવાર ભક્તો માટે વિશેષ મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે આ દિવસે શિવની પૂજા કરવાથી ભગવાન બધી તકલીફો દૂર કરે છે.

બીજા સોમવાર માટે એવું કહેવાય છે કે શિવની પૂજા અર્ચના કરવાથી શિવભક્તોનું સ્વાસ્થ્ય સારું રહે છે. ત્રીજા સોમવારે શિવના મંત્રોનો જાપ કરવાથી સિદ્ધિ મળે છે. જ્યારે છેલ્લા અને ચોથા સોમવારે ભોલેનાથને ભજવાથી શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક કાર્યમાં સફળતા મળે છે.

આમ જાેઈએ તો શિવજીને માત્ર જળ અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ પર જળ અર્પણ કરીએ તેને જળાભિષેક કહે છે. પરંતુ જાે તમે કોઈ ખાસ માગણી માટે પૂજા કરવા માંગતા હોવ તો તે મુજબ અલગ અલગ દ્રવ્ય પણ અર્પણ કરવામાં આવતું હોય છે.

શ્રાવણ મહિનાના સોમવારે સ્નાન કર્યા બાદ મહાદેવના મંદિરે જઈને શુદ્ધ આસન પર બેસી શિવલિંગનો જળાભિષેક કરો. ત્યારબાદ ૧૦૮ બિલ્વપત્ર પર શિવજીનું નામ લખી ચડાવો. શિવલિંગને દૂધ અર્પણ કરો અને અત્તર અને ધૂપ ચડાવો. ત્યારબાદ ગંગાજળથી અભિષેક કરો. જેમાં ગંગાજળ, શેરડીનો રસ, દૂધ, મધ પણ અર્પણ કરી શકાય છે.

પૈસાની તંગી અનુભવી રહ્યા હોય તો શ્રાવણ મહિનામાં પૈસાની તંગીથી મુક્તિ મળી શકે છે. શ્રાવણ મહિનામાં શક્ય હોય તો દરરોજ સવારે સ્નાન કરીને શિવમંદિરમાં મધ ભેળવી જળ અર્પણ કરવામાં આવે તો પૈસાની તંગી દૂર થાય છે અને આર્થિક સ્થિતિ સારી બને છે.
જાે તમારે લાંબા સમયથી લગ્નજીવનમાં તકલીફ હોય અથવા ખરાબ માહોલ હોય તો ભોલેનાથને મધ ભેળવેલુ જળ અર્પણ કરવું જાેઈએ. બની શકે તો બન્ને પતિ-પત્ની સાથે મળીને શિવલિંગનો અભિષેક કરે.

વિદ્યાર્થીઓએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું પૂજન દૂધ એન ખાંડથી કરવું જાેઈએ. ભગવાન શિવની કૃપાથી ક્ષમતા અને જ્ઞાનમાં અપાર વૃદ્ધિ થશે અને તમે પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકશો. જાે તમારા લગ્નમાં કોઈ અડચણ હોય અથવા તમે પરિવારની પસંદગીથી જ લગ્ન કરવા માંગતા હોય છતાં પણ લગ્ન ના થતા હોય તો શ્રાવણ મહિનામાં ભોલેનાથની વિશેષ ઉપાસના કરવી જાેઈએ. તમે શ્રાવણમાં દરેક સોમવારે ભગવાન ભોલેનાથને શેરડીના રસથી અભિષેક કરશો તો લાભ થશે.

જાે તમારા વેપાર ધંધામાં વારંવાર તકલીફનો સામનો કરવો પડતો હોય તો પ્રત્યેક સોમવારે ભગવાન શિવને પ્રાર્થના કરી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો. તમે પણ શ્રાવણ મહિનામ દરરોજ શેરડીના રસથી અભિષેક કરો. જાે દરરોજ શક્ય ના હોય તો સોમવારે શેરડીના રસનો અભિષેક કરવાથી તમારી સમસ્યા દૂર થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.