Western Times News

Gujarati News

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારોને આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ કરાયું

અમદાવાદ, અખંડાનંદ આયુર્વેદીક કોલેજ દ્વારા અખબારી માધ્યમના પત્રકારોને ઉકાળા અને સંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે આયુર્વેદિક ઔષધિઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું. હતું. શહેરના અખબારી આલમના ૩૦૦ જેટલા પત્રકારોએ ઉકાળા અને સંશમનીવટીના સેવન કરવાની પદ્ધતિ તથા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયોની માહિતી પણ મેળવી હતી.

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા અસરકારક સાબિત થઇ. ૭૫ દિવસમાં સિવિલ હોસ્પિટલના ૨૧૦૧ કોરોના વોરીયર્સ ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આર્યુવેદિક સંશમની વટી, આયુષ-૬૪,યષ્ટીમધુનો લાભ લીધો. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ માટે દિશાનિર્દેશો તૈયાર કરવામાં આવ્યા છે.તે પ્રમાણે વિવિધ આર્યુવેદિક દવાઓ તૈયાર કરવામાં આવી છે. જેના સેવનથી લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થવાથી ઘણા સકારાત્મક પરિણામો મળ્યા છે.

અમદાવાદ સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે અમદાવાદની જ અખંડાનંદ સરકારી આયુર્વેદિકની ટીમ આર્યુવેદિક સારવાર માટે છેલ્લા ૨.૫ મહિનાથી કાર્યરત છે. અખંડાનંદ કોલેજના ચિકિત્સા વિભાગના હેડ સુરેન્દ્ર સોની કહે છે કે કોરોના વાયરસની બિમારીમાં આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ સહાયકરૂપે અસરકારક નિવડી છે. સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં છેલ્લા ૭૫ દિવસથી અમે કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક દવાઓ સહાયક સારવાર પધ્ધતિ રૂપે આપી રહ્યા છે. જેના અમને સકારાત્મક પરિણામો મળ્યા છે. આયુષ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવેલી આયુષ-૬૪, સંશમનીવટી, યષ્ટીમધુ ઘનવટી આ ત્રિપુટી આયુર્વેદિક દવાઓથી ધણાય કોરોનાગ્રસ્ત દર્દીઓએ રાહત અનુભવી છે. અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધુ કોરોના યોદ્ધાઓને અને ૧૭૦૦ થી વધુ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને આ દવાઓ દ્વારા સારવાર આપી છે.

અખંડાનંદ આયુર્વેદિક કોલેજના પ્રિન્સીપાલ શ્રી હર્ષીત શાહ જણાવે છે કે, “સિવિલની ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી.માં આયુર્વેદિક ઓ.પી.ડી. પણ કાર્યરત છીએ.જેમાં કોરોનાની પ્રાથમિક તપાસ અર્થે આવતા દર્દીઓને તેમની બિમારીની ગંભીરતા પ્રમાણે આયુર્વેદિક દવાઓ, સારવાર આપવામાં આવે છે. જેમાં આયુર્વેદિક ઉકાળાથી લઇ વિવિધ દવાઓનો સમાવેશ થાય છે. કોરોના વોર્ડમાં તેમજ કોરોના યોદ્ધાઓમાં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. જેના અમને સકારાત્મક પરિણામ મળ્યા છે. ઘણાંય દર્દીઓ અને કોરોના યોદ્ધાઓમાં નવ ઉર્જાનું સંચય થતું હોય તેવા પ્રતિભાવ મળ્યા છે.”

કોરોના વાયરસની મૂળ તકલીફ ફેફસા સાથે શરદી, ઉધરસ સાથે સંકળાયેલી છે. જેમાં ઉક્ત દવાઓ ઘણી ફાયદાકારક સાબિત થઇ છે. શરદી, ગમે તે પ્રકારની ઉધરસ, ગળામાં-પેટમાં બળતરા થવી, ભૂંખ ન લાગવી,અપચો રહેવો, શ્વાસ રૂંધાવા જેવી અનેક તકલીફોમાં ઉક્ત ત્રણેય દવાઓએ અસરકારક પરિણામ આપ્યુ છે તેમ તેઓ ઉમેરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.