Western Times News

Gujarati News

નારોલમાંથી પશુ ચોરી કરનાર ગેંગને સરખેજ પોલીસે ઝડપી લીધી

અમદાવાદ,

શહેરના નારોલ વિસ્તારમાંથી કેટલાક દિવસ અગાઉ ૧૩ જેટલી ભેંસોની ચોરી થઇ હતી. જેની ફરિયાદ નારોલ પોલીસ સ્ટેશનમાં થઈહતી. દરમિયાન ઘટનામાં સંડોવાયેલા શખ્સો વિશે સરખેજ પોલીસને બાતમી મળી હતી જેના આધારે મિમનગર, ફતેહ વાડીનજીક આવેલા એક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી પાંચ ઇજાગ્રસ્ત ભેંસોને બચાવી લેવાઈ હતી. પરંતુ પશુ ચોરો ગેરકાયદેસરરીતે આઠ ભેંસોની કતલ કરી નાખી હતી. પોલીસે પશુ માંસ નો જથ્થો જપ્ત કર્યો હતો.

પશુધન ચોરીનો મુખ્ય આરોપી શાહિદ ઉર્ફે સાહિલ કુરેશી

ઉપરાંત સાહિદ ઉર્ફે સાહિલ સલીમભાઈ કુરેશી (રહે. ફૈઝ રો હાઉસ, ફારુક આઝમ સ્કુલ પાછળ, ફતેહવાડી તથા અન્ય કેટલાકકિશોરોને પણ ઝડપી લીધા હતા. જ્યારે ચોરીમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં આવા પશુચોરો મધરાતે ત્રાટકી રહ્યા છે. જેના પગલે માલધારીઓ પરેશાન થઈગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.