Western Times News

Gujarati News

કેજરીવાલ સરકારે પોલીસના વકીલોની પેનલ રદ્દ કરી

દિલ્હીમાં ફરીથી આમને-સામને LG અને કેજરીવાલ સરકાર

નવી દિલ્હી: નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે દિલ્હી સરકારની કેબિનેટે પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલ સરકારે દિલ્હી હિંસા કેસની તપાસ માટે પોલીસે જે વકીલોની પેનલ બનાવી હતી, તેને રદ્દ કરી દીધી છે.

આ અંગે દિલ્હી કેબિનેટ તરફથી કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસની આ પેનલ પાસે નિષ્પક્ષતાની આશા ના રાખી શકાય. જાે આ પેનલને મંજૂરી આપવામાં આવે, તો દિલ્હી હિંસા કેસની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ અશક્ય છે.

આ મામલે દિલ્હી સરકારે મંગળવારે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં દિલ્હી હિંસા સાથે સંકળાયેલા કેસો પર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં સુનાવણી માટે બનાવવામાં આવેલા વકીલો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કેબિનેટે જણાવ્યું કે, કોર્ટ પહેલા જ દિલ્હી પોલીસની તપાસને લઈને સવાલ ઉઠાવી ચૂક્યું છે. આથી દિલ્હી પોલીસ તરફથી પસંદ કરવામાં આવેલા વકીલોને પેનલ પાસે આ કેસોની તપાસ કરાવવી યોગ્ય નહીં હોય. દિલ્હી કેબિનેટે આ બાબતને ક્રિનિનલ જસ્ટિસના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવ્યું છે.

દિલ્હી કેબિનેટે પોતાની આ બેઠકમાં ઉપરાજ્યપાલ અને દિલ્હી પોલીસની પ્રપોજલને સ્ટડી કરતાં જણાવ્યું કે, “આ હિંસા કેસમાં જે પણ જવાબદાર છે, તેને સજા જરૂર મળવી જાેઈએ. જાે કે આ પ્રકારના કેસમાં કોઈ પણ નિર્દોષને સજા ના મળવી જાેઈએ. આથી દિલ્હી કેબિનેટ ઉપરાજ્યપાલના આ પ્રસ્તાવને ફગાવી રહ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસે જે વકીલોને પેનલ તૈયાર કરી છે, તેને જ મંજૂરી આપવામાં આવે.”

આ કેબિનેટ બેઠકમાં દિલ્હી પોલીસ પર હિંસાની તપાસને લઈને ઉઠી રહેલા સવાલોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં સૌ પ્રથમ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કુમારનું નામ લેવામાં આવ્યું હતું

. જસ્ટિસ સુરેશ કુમારે દિલ્હી હિંસા કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. કેબિનેટે અનેક સેશન્સ કોર્ટ અને મીડિયા રિપોર્ટ્‌સનો આધાર પણ આપ્યો. જેમાં દિલ્હી પોલીસની તપાસ પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. કેબિનેટનું કહેવું છે કે, દિલ્હી પોલીસ હિંસા કેસની તપાસમાં યોગ્ય ન્યાય નહીં અપાવી શકે. તપાસ કરનાર એજન્સીને કોઈ પણ વકીલ નક્કી કરવાનો અધિકાર ના આપવો જાેઈએ, કારણ કે આ તમામ કેસ ખૂબ જ સંવેદનશીલ છે. આથી હવે દિલ્હી સરકારના વકીલોને પેનલ આ કેસ જાેશે.
દિલ્હી કેબિનેટે ઉપરાજ્યપાલ પર પણ પ્રહાર કર્યા છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલને માત્ર અત્યંત જરૂરી કેસોમાં જ હસ્તક્ષેપ કરવાનો અધિકાર છે. આ માટે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક ચૂંટાયેલી સરકારના નિર્ણયો વિરુદ્ધ ઉપરાજ્યપાલ ખૂબ જ જરૂરી કેસોમાં જ પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે છે.

વકીલોની નિમણૂંકની બાબત કોઈ મોટો હસ્તક્ષેપ કરવા જેવો કેસ નથી. આથી દિલ્હી સરકારને અધિકાર છે કે, તે ખુદ પોતાના વકીલોન નિયુક્ત કરી શકે છે. જણાવી દઈએ કેસ નોર્થ-ઈસ્ટ દિલ્હીના અનેક વિસ્તારોમાં નાગરિક્તા કાયદાને લઈને હિંસા ભડકી હતી. જેમાં ૫૦થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે કરોડો રૂપિયાનું નુક્સાન પણ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.