Western Times News

Gujarati News

થેલેસેમિયા મેજર યુવતીએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો

ગુજરાતમાં આ કેસ પ્રથમ, જ્યારે ઇન્ડિયામાં અત્યાર સુધી ૫ થી ૬ કેસ
કિંજલની હિંમત અને અમારી પર તેનો વિશ્વાસ આ કેસની સફળતા- ડો. અનિલ ખત્રી

અમદાવાદ,  અમદાવાદની કિંજલ શાહ જેને ત્રણ મહિનાની ઉંમરથી જ થેલેસેમિયા મેજર છે. શરુઆતના મહિનાઓમાં એક વાર બ્લડ ચઢાવવું પડતું હતું. જ્યાં આજે દર પંદર દિવસે એક વાર બલ્ડ ચઢાવવું પડે છે. ડોક્ટર્સ પણ તેના આયુષ્યની કોઇ ગેરેન્ટી આપવા તૈયાર નહોતા. કિંજલને ખુદના લગ્ન થવા અંગેની પણ શંકા હતી, ત્યારે તેનો સાથ અમદાવાદના નવીન લાઠીએ આપ્યો, અને કિંજલ સાથે લગ્ન કર્યા. હાલ આ દામ્પત્ય જીવનમાં એક નવા મહેમાનનું પણ આગમન થયું છે. અનિલ ખંત્રીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ કેસ પ્રથમ, જ્યારે ઇન્ડિયામાં અત્યાર સુધી ૫થી ૬ કેસ નોંધાયા છે.

નવજાત શિશુ અને બાળરોગના નિષ્ણાંત ડો.અનિલ ખત્રીના જણાવ્યા અનુસાર કિંજલ થેલેસેમિયા મેજર છે. કિંજલના લગ્ન નોમર્લ નવીન લાઠી નામના યુવક સાથે થયા છે. અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ વખત કિંજલને લોહી ચઢાવવામાં આવ્યું છે.

કિંજલે અત્યાર સુધી પોતાની તમામ સારવાર એક આદર્શ રીતે કરાવેલી છે. ગર્ભવ્યવસ્થા દરમિયાન પણ કિંજલે પોતાની અને ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ તકેદારી રાખી હતી. નવ મહિના સુધી કિંજલે તમામ પરિÂસ્થતિનો સામનો કરીને થોડાક દિવસો પહેલા એક તદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. આવા કિસ્સામાં બાળકનો જન્મ થયો એ ગુજરાતનો પ્રથમ કેસ છે. જ્યારે ઇન્ડિયામાં અત્યાર સુધી ૫થી ૬ કેસ નોંધાયા છે.

આ કેસ અમારી માટે એક ચેલેન્જના રુપમાં હતો. આ કેસને લઇને કિંજલ અને તેના ફેમિલી પર જેટલું પ્રેશર હતું, તેના કરતા વધુ અમારી પર પણ હતું. અમારે કિંજલના શરીરની દરેક વસ્તુ, જેમ કે હાર્ટ, લિવર અને શરીરના હાર્મોન્સનું પ્રોપર ધ્યાન રાખવું પડતું હતું. આ સાથે કિંજલની જે દવાઓ રેગ્યુલર પ્રેગનેન્સી પહેલા ચાલતી હતી,

તેને અમે પ્રેગનેન્સી દરમિયાન અટકાવી. આ દવાઓ બંધ કરીને અમે પ્રેગનેન્સી દરમિયાન આપી શકાતી દવાઓ આપી. જેમ કે ડેસપરલ ઇન્જેક્શન જેને દરરોજ એક પંપ વડે શરીરમાં ૧૦થી ૧૨ કલાક આપવામાં આવતું. આ અમારી માટે એક મોટી ચેલેન્જ હતી. અનિલ ખત્રીએ કહ્યું, કિંજલે પણ પ્રેગેનન્સી દરમિયાન હિંમતહાર્યા વગર અમારી પર વિશ્વાસ રાખીને તમામ પડકારોનો સામનો કર્યો. કિંજલ માટે પણ એક મોટી ચેલેન્જ હતી.

કેમ કે, નોર્મલ વ્યક્તિ માટે પ્રેગનેન્સી એક કપરી પરિસ્થિત હોય છે, ત્યારે કિંજલના કેસમાં તો સૌથી વધુ ધ્યાન રાખવું પડતું હતું. કિંજલ રેગ્યુલર બ્લર્ડ ચઢાવતી હતી. આ સાથે શરીરમાંથી આર્યન કાઢવા માટે દવાઓ પણ રેગ્યુલર લેતી હતી અને ચેકઅપ પણ ટાઇમ અનુસાર થઇ જતું હતું. જેના કારણે તેના શરીરનો વિકાસ સારી રીતે શક્ય બન્યો હતો. પણ પ્રેગનેન્સી જેમ જેમ આગળ વધી તેમ તેમ એક પ્રકારની સમસ્યા પણ ઊભી થઇ. ક્યારેક શ્વાસ લેવામાં તો ક્યારેક ચાલવામાં પણ સમસ્યા આવતી હતી. પણ આ દરેક સમસ્યાનો કિંજલે એક પડકાર માનીને સામનો કર્યો.

ગાયનેકોલોજિસ્ટ ડો. ઉમા ખત્રીના જણાવ્યા અનુસાર કિંજલના દરેક પડકારોમાં અમે કિંજલને હિંમત અને વિશ્વાસ અપાવતા કે આ પરિસ્થિતિમાં સારી રીતે બહાર નીકળી જઇશ. આ પરિસ્થિતિમાં અને કિંજલને હિંમત આપીને વિશ્વાસ અપાવતા કે આ પરિસ્થિતિમાંથી સારી રીતે બહાર નીકળી શકીશ. નોર્મલ પ્રેગનેન્ટ મહિલા આ પરિસ્થિતિમાં કટાળી જાય છે, ત્યારે કિંજલને અમે હિંમત અને કાઉન્સેલિંગ કરીને નિયમત સારવાર આપીને આ પરિસ્થિતિમાંથી બહાર લાવ્યા. આ ઉપરાંત સોનોગ્રાફીથી બાળક પર સતત દેખરેખ રાખવામાં આવતી હતી.

ડો. અનિલ ખત્રીએ થેલેસેમિયા મેજરને લઇને કહ્યું કે, થેલેસેમિયા મેજર એક ગંભીર આનુવંશીક રોગ છે. જેમાં બાળકને ૪-૬ મહિનાની ઉંમરથી ૨-૩ અઠવાડિયે લોહી ચઢાવવાની જરરુત પડે છે.

અવાર-નવાર લોહી ચઢાવવાથી શરીરમાં લોહતત્વ વધી જાય છે અને તેને શરીરમાંથી કાઢવા માટેની જટિલ પ્રક્રિયા કરવા છતા અમુક ઉંમર પછી આ વધારે પડતું લોહતત્વ દર્દીનું હૃદય અથવા લિવરને ફેલ કરી નાખે છે, અંતમાં દર્દી મૃત્યુ પણ પામે છે. હાલ આપણા દેશમાં ધીમે-ધીમે સુધરતી પરિસ્થિતિના લીધે આ બાળકોને યોગ્ય સારવાર, સલાહ તથા દવાઓ સરકાર અને રેડ ક્રોસના મદદને કારણે મળવાથી દર્દીઓને એમની આ લડત માટે ખૂબ પ્રોત્સાહન મળે છે.

કિંજલના કેસથી અનેક દર્દીઓમાં જાગશે આશાની કિંરણ
• કિંજલ જેવા કેસથી હજ્જારો દર્દીઓમાં એક આશાની કિંરણ  જાગશે.
• દર્દીઓ અને વાલીઓના ઉમિદ થયા વગર પોતાની અને બાળકોની યોગ્ય સારવાર કરાવતા થશે.
• ડાક્ટર્સ, સરકાર અને સ્વયં સેવી સંસ્થાઓને એક મેસેજ મળે કે તેમાના દ્વારા કરાયેલા પ્રયત્નોની અસર થાય છે.
• સમાજમાં એક એવો મેસેજ ફેલાય કે આવા દર્દીઓે મુખ્ય ધારામાં સામેલ કરવાથી સમાજનું કલ્યાણ થાય છે.
• થેલેસેમિયા રોગ અંગે જાગૃત્તા ફેલાવીને આ ભંયકર રોગ સામેની લડત વધુ વેગવાન કરીને ભારત દેશ પર આનાથી થતો ભાર હળવો કરી શકાશે.

થેલેસેમિયા મેજરના આંકડાઓ-
• ઇન્ડિયામાં ૧ લાખથી વધુ લોકો થેલેસેમિયા મેજર
• ગુજરાતમાં ૭૦૦૦થી ૮૦૦૦ લોકો થેલેસેમિયા મેજર
• અમદાવાદમાં ૮૦૦થી ૯૦૦ લોકો થેલેસેમિયા મેજર

ડો. અનિલ ખત્રી વિશે નવજાત શિશુ અને બાળરોગના નિષ્ણાંત છે. વર્ષોથી થેલેસેમિયા જાગૃતિ ફાઉન્ડેશન ચલાવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં થેલેસેમિયાના ચેરમેન છે અને સ્ટેટ લેવલ પર ઓવર ઓલ મેનેજમેન્ટ કમિટીના મેમ્બર છે. ડા.અનિલ ખત્રી વર્ષોથી થેલેસેમિયા પર વિશેષ કામ કરતા આવ્યા છે. હાલ તેમની અમદાવાદની જીવનદીપ હોસ્પિટલમાં ૧૫૦ જેટલા બાળકો વર્ષોથી બ્લડ ચઢાવવા માટે આવે છે. તેમની પાસેથી કોઇ ચાર્જ પણ લેવામાં આવતો નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.