Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં “ નલ સે જલ ” કાર્યક્રમ હેઠળ કુલ ૧૭ ગામોની સુચિત પાણી પુરવઠા યોજનાઓ મંજૂર કરાઇ

જિલ્લા કલેકટર આઇ.કે.પટેલનાં અધ્યક્ષ સ્થાને ખેડા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની બેઠક યોજાઇ હતી . જેમાં જલ જીવન મિશન ” અંતર્ગત “ નલ સે જલ ” કાર્યક્રમ હેઠળ કુલ ૧૭ નવીન યોજનાઓમાં કુલ ૧૭૯૦ જેટલા નળ કનેકશન માટેની અંદાજીત રકમ રૂા .૨૧૮.૦૦ લાખની સુચિત લોકભાગીદારીવાળી યોજનાઓ મંજૂર કરવામાં આવી હતી .

પાણી સમિતિઓ ધ્વારા કુલ રૂા .૯.૪૫ લાખનો લોકફાળો એકત્રીકરણ કરવામાં આવ્યો તથા એસ.સી. કેટેગરીનાં ૬ ગામોનો પણ સમાવેશ કરેલ છે . આ ઉપરાંત પ્રગતિ હેઠળની કુલ ૧૮ ગામોની યોજનાઓને રૂા . ૫૧.૩૨ લાખનાં ફંડને બહાલી આપવામાં આવી . જિલ્લા કલેકટર  આઇ.કે.પટેલએ પ્રગતિ હેઠળની ૬૦ યોજનાઓમાં ઝડપી કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવા જણાવ્યું હતું .

નિયત સમય મર્યાદામાં ગ્રામજનોને પીવાનાં પાણીનો લાભ મળી શકે તે અંગે યોગ્ય આયોજન કરવા કલેકટર એ સૂચના આપી હતી . યુનિટ મેનેજર  યુ.એમ. મહેતાએ યોજનાઓ ઝડપથી પૂર્ણ થશે તેવી ખાત્રી આપી હતી . બેઠકમાં વાસ્મોનાં / પાણી પુરવઠા બોર્ડના અધિકારી ઓ સહિત જિલ્લા સમિતિના સભ્યો હાજર રહયા હતાં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.