Western Times News

Gujarati News

મોડાસા : – અયોધ્યાપુરી ફ્લેટમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર 

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: પતિ-પત્ની લગ્નના સાત ફેરા ફરતી વખતે અગ્નિની સાક્ષીએ સાથે રહેવાના કોલ કરાર કરતા હોય છે પણ હાલના સમયમાં માનિસક સ્થિતિ પર થઈ રહેલ ફેરફારો પતિ-પત્નીના પવિત્ર અને મજબૂત સંબંધને ભૂલીને ન કરવાનું કરી દે છે મોડાસા શહેરના મેઘરજ બાયપાસ ચોકડી નજીક આવેલા અયોધ્યાપુરી ફ્લેટમાં ચોથા માળે રહેતી ૩૨ વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી આત્મહત્યાના બનાવના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા અયોધ્યાપુરીમાં રહેતા અને નજીકમાં ૩૨ વર્ષિયમાં મહિલાએ ગૃહકંકાસમાં આત્મહત્યા કરી લેતા પરિવાજનો પર આભ તૂટી પડ્યું હતું અયોધ્યાપુરી ફ્લેટમાં પરિવાર સાથે રહેતી સોનલબેન ઉર્ફ ગુડ્ડી દક્ષેશ ભાઈ ઉપાધ્યાય (મૂળ.રહે.સાઠંબા) નામની ૩૨ વર્ષીય મહિલાને તેના પતિ સાથે રસોઈકામ અને ઘરકામ અંગે ટકોર કરતા મહિલાને લાગી આવતા બુધવારે રાત્રીના સુમારે ઘરમાં રહેલા પંખા સાથે દુપટ્ટો લગાવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી ફ્લેટમાં મહિલાએ આત્મહત્યા કરી લેતા મહિલાના સગા-સંબંધીઓ અને આજુબાજુથી લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક મહિલાના માસુમ બાળકોએ રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.અયોધ્યાપુરીમાં મહિલાએ આત્મહત્યા કરી લીધી હોવાની પરિવારજનોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક મહિલાની લાશને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લી.જીત હરેશભાઈ ત્રિવેદી,ભિલોડા,જી.અરવલ્લી 

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.