Western Times News

Gujarati News

અયોધ્યાઃ મંદિરના ભૂમિપૂજન પહેલાં જ પૂજારી સહિત ૧૬ સુરક્ષા કર્મી કોરોના પોઝીટીવ

લખનૌ, અયોધ્યામાં નવા રામ મંદિરના ૫ ઓગસ્ટે થનારા શિલાન્યાસ પહેલાં જ રામલલાના એક પૂજારી સહિત મંદિરની સુરક્ષામાં લાગેલા એક ડઝન જેટલા સુરક્ષા કર્મીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ ખબર આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ તમામને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે.
૫ ઓગસ્ટે વડાપ્રધાન મોદી પણ શિલાન્યાસ માટે આવી રહ્યાં છે ત્યારે જ અયોધ્યામાં રામ મંદિર સ્થળે કોરોનાની એન્ટ્રીના કારણે અધિકારીઓ ટેન્શનમાં આવી ગયા છે. બીજી તરફ કાર્યક્રમ માટે અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
જેમને કોરોના થયો છે તે સહાયક પૂજારી રામલલા મંદિરના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના શિષ્ય છે. પોઝિટિવ પૂજારીને હાલમાં હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અને બીજા લોકોના પણ સેમ્પલ લેવાઈ રહ્યાં છે. દરમિયાન રામ મંદિર પરિસરના સેનિટાઈઝેશનનું કામ પણ પૂરજાેશમાં શરૂ કરી દેવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.