Western Times News

Gujarati News

જાે સ્કૂલો ખોલાય તો ૧૦ સ્ટૂડન્ટ્‌સ ૧૦ સપ્તાહમાં કેમ્પસમાં ૭૮ ટકાને ચેપ લગાડી શકે

અમદાવાદ: ૧લી ઓગસ્ટથી દેશ અનલોક-૩માં પ્રવેશ્યો હોવા છતાં શૈક્ષણિક સંસ્થાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી.અમદાવાદના પ્રોફેસર અને‌ દિલ્હીના વિદ્યાર્થીએ કરેલા અભ્યાસમાં હાલની પરિસ્થિતિમાં ઘરેથી અભ્યાસ કરવો શા માટે વધારે સુરક્ષિત છે, તે મુદ્દે સૂચન અપાયું છે. અભ્યાસમાં ઉલ્લેખ કરાયો છે કે ૧૭૦૦ વ્યક્તિ ધરાવતી રેસીડેન્સિયલ શૈક્ષણિક સંસ્થાને ખોલવાના ૧૦ જ અઠવાડિયામાં ૭૭.૭ ટકા લોકો સંક્રમિત થઈ શકે અને ૦.૭ ટકાના મોત. આવી પરિસ્થિતિ શરૂઆતમાં માત્ર ૧૦ સંક્રમિત વ્યક્તિઓ દ્વારા જ પેદા થઈ શકે છે.

આ અભ્યાસ ‘એકેડમીક કેમ્પસીસ, સુપર સ્પ્રેડર ઈવેન્ટ્‌સ એન્ડ પેન્ડામિક્સ: સિમ્યુલેશન એવિડન્સ ફ્રોમ રિઓપનિંગ ઈન્ડિયન યુનિવર્સિટીસ વિથ કોવિડ-૧૯’ શીર્ષક હેઠળ હેલ્થ મેનેજમેન્ટ, પોલિસી એન્ડ ઈનોવેશન  ના લેટેસ્ટ ઈશ્યૂમાં પબ્લીશ કરાયો હતો.
જાણીતા સ્કોલર્સ જેવા કે પ્રોફેસર વિલ મિત્ચેલ, રેજીના હર્ઝલિંગર અને કેવિન શ્યુલમાન એડિટ કરાય છે. આ મેગેઝીન ૨૦૧૨માં ઈકોનોમિક્ટ ડેવિડ ડ્રેનોવે હેલ્થકેર માર્કેટમાં કામ કરતી બિઝનેસ સ્કૂલની શરૂઆત તરીકે શરૂ કરી હતી. જ્યારે આ અભ્યાસછના પ્રોફેસર ચિરંતન ચેટર્જી અને હૂવર ઈન્સ્ટીટ્યૂટ સ્ટાનફોર્ડના આદિત્ય બંસલ જેદિલ્હીના પણ વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેમણે સાથે મળીને કર્યો હતો.

અભ્યાસ માટે એક કાલ્પનિક રેસિડેન્સિયલ મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ લેવામાં આવી. જેમાં ૧૦૪૦ વિદ્યાર્થીઓ અને ૯૦ ફેકલ્ટી મેમ્બર્સ સાથે ૧૭૦૦ લોકો હોવાનું ધારવામાં આવ્યું. રિસર્ચરો દ્વારારોગચાળાનું મોડલ ઉપયોગ કરવામાં આવ્યું. જેમા પાંચ પરિબળો સંવેદનશીલ  એક્સપોઝ  ઈન્ફેક્ટેડ , રિવકર  અને બીમાર  લેવામાં આવ્યા હતા.

આ મોડલમાં ઈન્ફેક્શનથી મૃત્યુનો દર ૧ ટકા રાખવામાં આવ્યો હતો, જ્યારે નેશનલ એવરેજનો દર ૪ ટકા જેટલો છે. અભ્યાસમાં સોશિયલ ડિસ્ટન્સિંગની અસરને પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી. રિસર્ચરોએ માન્યું કે શરૂઆતમાં ૧૦ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત હોય તો ૨૦ અઠવાડિયાના અંત સુધીમાં ૧૭૦૦માંથી ૧૩૯૨ લોકો (૮૧.૯ ટકા) સંક્રમિત થઈ શકે. આ સાથે ૧૪ લોકોના મોત થઈ શકે. જ્યારે ૧૦ અઠવાડિયમાં જ ૧૩૨૧ લોકો (૭૭.૭ ટકા) સંક્રમિત થઈ શકે અને ૧૨ ના મોત થઈ શકે.

પ્રોફેસર ચેટર્જી કહે છે, અમને હાલમાં ભારતીય અનુભવ નથી, પરંતુ અમેરિકા જેવા દેશમાં કેમ્પસમાં કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાવવું મોટી ચિંતા તરીકે જાેવાઈ રહ્યું છે. અભ્યાસમાંથી જે સંદેશ મળે છે તે છે, અત્યારે કેમ્પસને ન ખોલશો, કોવિડ-૧૯નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યાં સુધીમાં અસરકારક અને સુરક્ષીત વેક્સીનની રાહ જુઓ. તેઓ ઉમેરે છે કે, માસ્ક પહેરવા અને સેનિટાઈઝેશન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવુ જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.