Western Times News

Latest News from Gujarat

શાળાઓના ફી વસૂલવા પર સરકાર પ્રતિબંધ ના મૂકી શકે- હાઈકોર્ટે

file

અમદાવાદ: જ્યાં સુધી રેગ્યુલર ક્લાસ ચાલુ નહી થાય ત્યાં સુધી ખાનગી શાળાઓ ફી વસૂલી શકશે નહીં તેવા રાજ્ય સરકારના ર્નિણય પર ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે સરકાર આવા પ્રતિબંધ મૂકી શકે નહીં અને જરૂર પડશે તો કોર્ટ આ મુદ્દે દખલ કરી શકે છે.

ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ખાનગી શાળાઓ દ્વારા ફીનો મુદ્દો અને પ્રી-પ્રાઈમરી સેક્શનમાં બાળકો માટે ઓનલાઈન શિક્ષણના મુદ્દા અંગેની ત્રણ પીઆઈએલની સુનાવણી કરી હતી.

કોર્ટે આ પીઆઈએલની સાથે અન્ય અરજી પર શુક્રવારે વધુ સુનાવણી કરવાનો ર્નિણય લીધો હતો. અસોસિએશન ઓફ પ્રાઈવેટ ઈન્સ્ટિટ્યૂશન્સે ૧૬ જુલાઈના રોજ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવને પડકારતી અરજી કરી હતી, જેમાં રાજ્ય સરકારે કેન્દ્રની ઓનલાઈન શિક્ષણ માટેની માર્ગદર્શિકાને સ્વીકારી હતી અને જ્યાં સુધી શાળાઓ ખુલે નહીં ત્યાં સુધી વાલીઓ પાસેથી ફી ન વસૂલવાનું કહ્યું હતું.

આ મુદ્દો એટલા માટે ઉભો થયો કારણ કે, કોવિડ-૧૯ મહામારીના કારણ શાળાઓ બંધ છે અને જ્યારે હાઈકોર્ટે સરકારે આ મુદ્દાનો ઉકેલ લાવવા કહ્યું તો સરકારે સ્કૂલોને ફી વસૂલવા પર રોક લગાવવાનો આકરો ર્નિણય લીધો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ રાજ્ય સરકારને સ્પષ્ટ કહી દીધું હતું કે જ્યાં સુધી ફી માફીની વાત છે ત્યાં સુધી કોર્ટ ર્નિણયમાં દખલગીરી કરી શકે છે.

ન્યાયાધીશોએ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે, શાળાઓ પર ફી વસૂલવા અંગે પ્રતિબંધ મૂકવાનું કારણ શું હતું અને શું વાલીઓએ ફરિયાદ કરી હતી કે શાળાઓ કામ નથી કરી રહી અથવા વાલીઓ ફી ભરી શકે તેમ નથી. જેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, કોવિડ-૧૯ના કારણે નાણાકીય અગવડ ઉભી થઈ હોવાની વાલીઓની ફરિયાદ હતી.

જજાેએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, કેટલાક કેસોમાં ખરેખર મુશ્કેલીઓ હોઈ શકે છે, પરંતુ સરકાર ફી વસૂલાત પર પ્રતિબંધ મૂકી શકે નહીં. ન્યાયાધીશોએએ તેમ પણ કહ્યું કે, અનલોકની પ્રક્રિયા બાદ નોકરી-ધંધા શરુ થઈ ગયા છે અને વાલીઓએ હવે ફી ભરવા માટે સમક્ષ હોઈ શકે છે. સરકારે આ બાબત પર પણ વિચાર કરવો જાેઈએ, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે, લોકો ફી ચૂકવવા માટે સક્ષમ ન હોવાથી ફીનો એક ભાગ આગળ ધપાવવાનો પ્રસ્તાવ છે. પરંતુ કોર્ટે કહ્યું કે, આ શક્ય નથી કારણ કે તે ભાર પછી આવતા વર્ષે નડશે. જ્યારે ગુજરાત પેરેન્ટ્‌સ અસોસિએશને વકીલ વિશાલ દવે દ્વારા ફીના માળખાને સુસંગત બનાવવાની માગ કરતી  કરી હતી ત્યારે હાઈકોર્ટે ગુજરાત સરકારને ભારપૂર્વર આ મુદ્દાનો ઉકેલ લાવવા કહ્યું હતું અને બાદમાં આ મુદ્દો ઉઠ્‌યો હતો.  કહેવામાં આવ્યું હતું કે, હાલમાં જે પ્રવૃતિઓ થઈ રહી નથી

તે ફી માગવા પર શાળાઓ પર રોક લગાવવામાં આવે. અસોસિએશને તેવી શાળાઓ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો જેણે ૩૦ જૂન પહેલા ફી ન આપવા પર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ ન આપવાની ધમકી આપી હતી. હાઈકોર્ટે બાકી ફી હોય તેના કારણે ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓનું એડમિશન કેન્સલ ન થાય તેની ખાતરી કરવાનો પણ સરકારને આદેશ આપ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers