Western Times News

Gujarati News

બે અઠવાડિયામાં ખેલાડીઓના ૪ કોવિડ ટેસ્ટ

ભારતીય ક્રિકેટ બાૅર્ડ ૨૦૨૦ની પોતાની યોજનાઓને અંતિમ રૂપ આપવા માટે તૈયાર છે. રવિવારે ગવર્નિંગ કાઉંસિલની મીટિંગમાં બાૅર્ડ ટેલીકાૅન્ફરન્સના માધ્યમે ફ્રેંચાઇઝી માલિકો, પ્રયોજકો અને પ્રસારકો સાથે ચર્ચા કરશે. આ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી (૧૯ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર) યૂએઇમાં પ્રસ્તાવિત આઇપીએલ ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઇ બધી ફ્રેન્ચાઇઝીના માલિકોને માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) મોકલશે, જેમાં કેટલા પ્રમુખ માનદંડ આ પ્રકારે હોય છે.

ઓછામાં ઓછું શરૂઆતમાં સ્ટેડિયમની અંદર કોઇપણ દર્શક કે ચાહક નહીં હોય. કાૅમેન્ટેટર્સની વાત કરીએ, તો સ્ટૂડિયોમાં તે એક-બીજાથી છ ફુટ દૂર બેસશે. ડગઆઉટમાં વધારે લોકોની અવરજવર પણ નહીં હોય. ડ્રેસિંગ રૂમમાં ૧૫થી વધારે ખેલાડી નહીં હોય. મેચ પછી એવાૅર્ડ પ્રેઝેન્ટેશનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે. સાથે જ બધાં ખેલાડીઓના બે અઠવાડિયામાં ચાર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.

અહીં, આઇપીએલ-૧૩ને યૂએઇમાં સ્થળાંતરિત કરવા માટે સરકારની પરવાનગીની રાહ જાેવાઇ રહી છે, જાે કે અમીરાત ક્રિકેટ બાૅર્ડે બીસીસીઆઇ પાસેથી અરજી મેળવ્યા પછી આ ટૂર્નામેન્ટની ઉજવણી માટે પહેલાથી જ પોતાનો મત વ્યક્ત કરી દીધો છે.
બીસીસીઆઇ અધિકારીએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને કહ્યું કે ફક્ત ખેલાડી જ નહીં, તેમની પત્ની-ગર્લફ્રેન્ડ્‌સ તેમજ ફ્રેન્ચાઇઝી માલિકોને પણ જાહેર કરવામાં આવનારા માનદંડનું પાલન કરવાનું રહેશે. જૈવિક રૂપે સુરક્ષિત માહોલમાં આ ટૂર્નામેન્ટ થશે. અધિકારીએ જણાવ્યું કે આની સાથે જાેડાયેલા માપદંડનું કડકાઈથી પાલન કરવામાં આવશે.

જાે કે અધિકારીએ એમ પણ કહ્યું છે કે બીસીસીઆઇ એ નક્કી નહીં કરે કે ખેલાડી સાથે તેમની પત્નીઓ કે ગર્લફ્રેન્ડ ટ્રાવેલ કરી શકશે કે નહીં, અમે એ ફ્રેન્ચાઇઝી પર મૂક્યું છે. પણ બાૅર્ડે એક પ્રોટોકાૅલ રાખ્યું છે. જેમાં દરેક, અહીં સુધી કે ટીમના બસ ડ્રાઈવર પણ સામેલ છે.
એસઓપીમાં એ પણ હશે કે પ્રત્યેક ખેલાડીને ટૂર્નામેન્ટ શરૂ થવા પહેલા બે અઠવાડિયાની અંદર ૪ કોવિડ ટેસ્ટ કરાવવાના રહેશે. બે કોવિડ ટેસ્ટ ભારતમાં કરવામાં આવશે, જ્યારે અન્ય બે ટેસ્ટ સંયુક્ત અરબ અમીરાતમાં ક્વાૅરન્ટીન દરમિયાન થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.