Western Times News

Gujarati News

મેયર ગાજયા તેટલા વરસ્યા નહિ : રૂ.૩૫ કરોડના કૌભાંડમાં સજાના બદલે શિરપાવ

File

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અજબ નીતિઃ એક ગુનેગારને બચાવવા સેંકડોની કમાણી ડૂબે તો વાંધો નહીં

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: “સો ગુનેગાર છૂટી જાય તો વાંધો નહિ પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ” તે કહેવતથી બિલ્કુલ વિપરીત કામ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વી.એસ.હોસ્પિટલમાં (Sheth Vadilal Sarabhai Hospital, Ahmedabad) થઈ રહ્યું છે. જેમાં એક ગુનેગાર ને બચાવવા સેંકડો કર્મચારીઓ ના પરસેવાની કમાણી ડૂબી રહી છે.

જયારે વી.એસ.બોર્ડ અધ્યક્ષ (V S Hospital Board) તેમજ શહેર મેયર છેલ્લા અઢી વર્ષથી ગુનેગારોને સજા કરવામાં આવશે તેવા ખોટા ફૂંફાડા મારી રહ્યા હતા હવે જયારે તેમની ટર્મ પુરી થવા આવી છે ત્યારે કર્મચારીઓના નાણાં ફસાવવા માટે જવાબદારી કોની? તે નક્કી કરવાના નિવેદન કરી નવી ટર્મના અધ્યક્ષના શિરે ગુનેગારોને સજા આપવાની જવાબદારીનો ટોપલો નાખી રહયા હોય તેવા માહોલનું નિર્માણ થઈ રહ્યું છે.

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને બે શ્રેષ્ઠીઓએ આપેલી સખાવતમાંથી શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ અને શેઠ શિનોઈ પ્રસુતિગૃહ કાર્યરત થયા હતા. પરંતુ કાળક્રમે હોસ્પીટલનો વહીવટ રાજકારણીઓના હાથમાં આવી જતા સેવા અને સારવારની બાદબાકી થવાની શરૂઆત થઈ હતી. તથા મેટની રચના બાદ વી.એસ.નો નામશેષ કરવામાં આવી છે.

શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને નામશેષ કરવામાં રાજકારણીઓની સાથે સાથે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને પણ જવાબદાર માનવામાં આવે છે. વી.એસ. હોસ્પીટલના બહુર્ચચિત રસીદ કૌભાંડમાં (Duplicate Receipt Racket) સમયસર પોલીસ ફરીયાદ કરવાની તસ્દીપણ સ્ટાફ દ્વારા લેવામાં આવી ન હતી.

તેથી વહીવટીતંત્રમાં છીંડા જાેઈ ગયેલા ઉચ્ચ અધિકારી અને ખાનગી ચાર્ટડ એકાઉન્ટન્ટે કર્મચારીઓના કરોડો રૂપિયાનો ખોટો વહીવટ કર્યો હોવાની ચોકાવનારી વિગતો ત્રણ વર્ષ પહેલા જાહેર થઈ હતી.

આ કૌભાંડમાં કોઈ ખાનગી કંપની કે તેના કર્મચારીઓ નહીં પરંતુ હોસ્પીટલ ના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટની સંડોવણી હોવાની વિગતો બહાર આવતા સમગ્ર મામલાથી બોર્ડ અધ્યક્ષ અને સભ્યોને વાકેફ કરવામાં આવ્યા હતા.તેમ છતાં આ કૌભાંડ મુદ્દે બોર્ડ અધ્યક્ષ ઘ્વારા કોઈ જ ર્નિણય લેવામાં આવ્યો નથી.

વી.એસ. હોસ્પીટલના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ ૧ એપ્રિલ ર૦૦પ પછી રાજય સરકાર કે મ્યુનિ. કોર્પોરેશનમાં જે નવી નિમણુંક થઈ હોય તેવા તમામ કર્મચારીઓનો ન્યુ પેન્શન સ્ક્રીમમાં  (New Pention Scheme) સમાવેશ કરવા માટે ખાસ પરીપત્ર કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશને પણ સદ્દર નિયમ પરિપત્રનો અમલ કર્યો છે. તથા વી.એસ. હોસ્પીટલના કર્મચારીઓનો પણ સદ્દર સ્કીમમાં સમાવેશ કરવા માટે ડીસેમ્બર ર૦૧૦ માં ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં વી.એસ. બોર્ડ દ્વારા ઠરાવ નં. ૧૩૧ દ્વારા આ અંગેની તમામ કાર્યવાહી કરવાની સતા હોસ્પીટલ સુુપ્રિ.ને આપવામાં આવી હતી . મ્યુનિ.નાણાખાતાએ (AMC Finance Department) પણ ન્યુ પેન્શન સ્કીમનો અમલ કરવા અભિપ્રાય આપ્યો હતો.

પરંતુ વી.એસ. હોસ્પીટલના પૂર્વ સુપ્રિ. સંદીપ મલ્હાને (Sandip Malhan) બોર્ડ ઠરાવનો અમલ કરવાના બદલે ખાનગી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનુભાઈ એન્ડ કંપનીની (CA Firm Manubhai & Company) સલાહ લીધી હતી. મનુભાઈ એન્ડ કંપનીએ ન્યુ પેન્શન સ્કીમના બદલે એમ્પલોય પ્રો.ફંડ (ઈ.પી.એફ. EPF) માં નાણા રોકવા અભિપ્રાય આપ્યો હતો.

જે ખોટો હતો. તેમ છતાં તત્કાલીન સુપ્રિ.સંદીપ મલ્હાને ઈ.પી.એફ.માં રૂા.૩૩ કરોડ જમા કરાવ્યા હતા. જેમાં મુડી પેટે રૂા.ર૬ કરોડ અને પેનલ્ટીના રૂા.સાત કરોડ હતા. નિયમ મુજબ આ પ્રકારની પેનલ્ટી ભરવાની કોઈ જ સત્તા સુપ્રિ.પાસે નથી.

તેમ છતાં તેમણે રૂા. સાત કરોડની પેનલ્ટી પેટે જમા કરાવ્યા હતા. જેના માટે વી.એસ.બોર્ડની મંજૂરી લેવાની દરકાર પણ તેમણે કરી ન હતી. ચોકાવનારી બાબત એ છે કે સુપ્રિ. સંદીપ મલ્હાને સદ્દર રકમ કર્મચારીઓના જનરલ પ્રો.ફંડમાંથી ઈપીએફમાં ભરી છે જે તેમની સત્તા બહાર છે. તેવી જ રીતે આ રકમ ભરવા અને તેના હિસાબ રાખવા કન્સલન્ટની નિમણુંક કરી હતી જેને રૂા.ત્રણલાખ ચુકવવામાં આવ્યા છેે. જે પણ તેમની સત્તામાં નથી.

શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલના તત્કાલીન સુપ્રિ.સંદીપભાઈ મલ્હાને ઈપીએફમાં જમા કરાવેલા રૂા.૩૩ કરોડ અંગે શહેર મેયર અને વી.એસ. બોર્ડ અધ્યક્ષ બીજલબેન પટેલે (Ahmedabad Mayor Bijal Patel) સતા સાંભળી તે સમયે તેમણે જણાવ્યું હતું કે કર્મચારીઓના નાણા ન્યુ પેન્શન સ્કીમના બદલે ઈપીએફમાં જમા કરવામાં આવ્યા છે. તે બાબત સાચી છે.

વી.એસ. બોર્ડના તમામ સભ્યોએ “જે વ્યકિતએ નાણા જમા કરાવ્યા હોય તે જ વ્યકિત નાણા પરત લાવી આપે” તે મતલબનો ર્નિણય કર્યો છે. સદ્દર રકમ પરત લાવવા માટે વી.એસ. કે મનપાની તિજાેરીમાંથી એકપણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નહીં. સુપ્રિ.સંદીપભાઈ મલ્હાને નિયમ વિરૂધ્ધ રકમ જમા કરાવ્યા ઉપરાંત વહીવટી રીતે પણ ઘણી ભુલો કરી છે. રીસર્ચ સેન્ટરમાંથી તેમણે રાજીનામું આપ્યા બાદ બોર્ડ દ્વારા નવા સુપ્રિ.ની નિમણુંક કરવાનો ર્નિણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે.

હોસ્પીટલમાં નવા સુપ્રિ.ની નિમણુંક કમીશ્નર દ્વારા કરવામાં આવશે. તેમ મેયરે તે સમયે નિવેદન કર્યા હતા.જે પૈકી માત્ર સુપ્રી. બદલવાના ર્નિણયનો અમલ થયો છે.

જો કે, સંદીપ મલ્હાનને વી.એસ.માંથી હટાવીને એસ.વી.પી.માં (Sandip Malhan appointed as a Superintendent of SVP Hospital, Ahmedabad) સુપ્રી. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેથી તેમને સજા કરવામાં આવી હતી કે શિરપાવ આપવામાં આવ્યો હતો તે ચર્ચાનો વિષય બન્યો હતો. મેયરે અઢી વર્ષ અગાઉ જે નિવેદન કર્યા હતા તેવા જ નિવેદન હાલ પણ કરી રહયા છે. પરંતુ ગુનેગારને સજા થતી નથી જેના કારણે જેના નાણાં ફસાયા છે તે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.