Western Times News

Gujarati News

મેઘાણીનગરમાં મોડીરાત્રે ATM તોડી લુંટનો પ્રયાસ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, લોકડાઉન બાદ શહેરમા ગંભીર પ્રકારના ગુનાઓ ઘણા વધી ગયા છે ખાસ કરીને લુંટ ચોરી તથા છેતરપીડી જેવા રૂપિયાને લગતા ગુનાઓનો સીધો ગ્રાફ જાેવા મળી રહ્યો છે. અવારનવાર છરી ચાકુની અણીએ લુટ તથા ઘરફોડ ઉપરાંત નજર ચુકવીને બનતી ચોરીઓને કારણે તંત્ર પરેશાન થઈ રહ્યુ છે. ત્યારે મેઘાણીનગર આવેલી એક બેકનું એટીએમ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .

લુટ કરવા માટે આવેલા શખ્શો એટીએમની સ્ક્રીન રૂપિયા મુકવાની ખાનુ વગેરે તોડીને કેશ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરતુ લુટનુ ષડયંત્ર નિષ્ફળ ગયુ હુત જેના પગલે ભાગી ગયેલા લુટારુ જતા જતા તેમની સાથે એટીએમના સીસીટીવી કેમેરા પણ લઈ ગયા હતા બેકના કર્મચારીઓ જાણ થતા તેણે મેનેજરને કહ્યુ હતુ બાદમા લુટના પ્રયાસની જાણ થતા પોલીસના ઘાડા આવી પહોચ્યા હતા.

મેઘાણીનગરમાં પુજા હોસ્પિટલ પાસે બેક ઓફ બરોડાની બ્રાંચ આવેલી છે જેના કંપાઉન્ડમા જ બેકનુ એટીએમ પણ છે બેક મેનેજર અરવિદંભાઈ પરમાર રહે સ્મૃતિકુજ સોસાયટી ગાંધી આશ્રમ પાસે સુભાષ બ્રીજ બુધવારે સાંજે છ વાગ્યાના સુમારે રાબેતા મુજબ બેક બંધ કરી ઘરે ગયા હતા અને બીજા દિવસે ગુરુવારે સવારે નવ વાગ્યે બેકના કલાર્ક દિલીપભાઈ સોલકી બેક પર આવતા તેમણે એટીએમની અંદર કંઈ અજુગત બન્યાનું લાગતા તપાસ કરી હતી ત્યારે એટીએમ ડિસ્પ્લે તુટેલુ દેખાયુ હતુ.

જેના કાચ નીચે પડેલા હતા દૃશ્ય જાેઈને ચોકી ગયેલા દિલીપભાઈ તુરત અરવિદભાઈને ઘટનાની જાણ કરતા તે તાત્કાલીક બ્રાચ પર આવી પહોચ્યા હતા તેમણે ઉપરી અધીકારીઓને જાણ કર્યા બાદ પોલીસ બોલાવીને તપાસ કરતા એટીએમ સ્કીન ઉપરાત કેશ ડિસ્પેન્સર બોક્ષ પણ તોડવાનો પ્રયત્ન થયેલો જણાયો હતો ઉપરાંત એટીએમની અંદર સુરક્ષા માટે લગાવેલા બે સીસીટીવી કેમેરા પણ ગાયબ હતા લુટનાં પ્રયાસની ઘટનાને પગલે ઉચ અધિકારીઓ પણ સ્થળ ઉપર આવી પહોચ્યા હતા પોલીસે તુરત કાર્યવાહી શરૂ કરતા આસપાસના રહીશોની પુછપરછ શરૂ કરી હતી જાે કે પોલીસને કોઈ ખાસ જાણકારી મળી ન હતી.

હાલમાં પોલીસ બેકની આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી છે ઉપરાંત એફએસએલની ટીમને એટીએમમાં ફિગરપ્રિન્ટની ચકાસણી પણ શરૂ કરી ે બીજી તરફ સીસીટીવી તોડીને ગયેલા લુટારૂઓ તેનુ ડીવીઆર પણલઈ ગયા છે કે કેપ તે અંગે તપાસ ચલાવી છે.

પ્રાથમિક વિગતોમાં આ એટીએમ બેકના સમય બાદ કોઈ સિક્યુરીટી ગાર્ડ ન હોવાનું ખુલતા પણ ચકચાર મચી છે. એટીએમ લુટના પ્રયાસની ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા સમગ્ર મેઘાણીનગરમાં નાગરીકોમા આ મુદ્દે જ ચર્ચા ચાલી હતી. નોધનીય છે કે થોડા સમય અગાઉ પાંજરાપોળ રોડ આંબાવાડી ખાતે આવેલી બેકનું એટીએમ પણ ગેસ કટર દ્વારા તોડવાનો પ્રયત્ન થતા પોલીસે બે લુંટારૂને રંગહાથે સાધનો સાથે જ ઝડપી લીધા હતા આવી ઘટનાઓ હાલમા ઘણી વખત બની રહી છે જાે કે લુટારૂ એટીએમમાંથી રૂપિયા કાઢવામાં સફળ હોય તેવા કિસ્સા જૂજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.