Western Times News

Gujarati News

કોરોના સુપર સ્પ્રેડરોને શોધવા દવાની દુકાનો પર સરકારની વોચ

Files Photo

શરદી-ખાંસી-તાવની દવા લેવા આવનારાઓ તથા તેમના કુંટુંબીજનોનો કોરોના ટેસ્ટ કરાશેઃ ગાંધીનગરથી તેનો પ્રારંભ કરાશેઃ કોરોનાને ફેલાતો અટકાવવા ટેસ્ટીંગ વધારાશે 

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. અમદાવાદ- સુરત- વડોદરા- રાજકોટ- ગાંધીનગર શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો ચિંતાજનક હદે વધી રહયા છે.

ત્યારે રાજય સરકાર પણ કોરોનાના સંક્રમણને રોકવા તૈયાર થઈ ગઈ છે તેના માટે કોરોના ટેસ્ટીંગનો વ્યાપ વધારે થાય તેના માટે ટીમોની સંખ્યા વધારી દેવામાં આવી છે. અમદાવાદમાં તો જાહેર સ્થળો તથા બસમાં ફરતા મુસાફરોના કોરોના ટેસ્ટ કરાઈ રહયા છે રાજકોટમાં ટેસ્ટ વધારવાનો નિર્ણય તાજેતરમાં કરાયો હતો.

દરમિયાનમાં કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવા રાજય સરકાર નવી વ્યુહરચનાને અમલમાં મુકવા જઈ રહી છે તે પ્રમાણે રાજયભરમાં મેડીકલ સ્ટોર્સ પર શરદી-ખાંસી અને તાવની દવાઓ લેવા આવતા નાગરિકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. મેડીકલ સ્ટોર્સ પર કોર્પોરેશનના અધિકારીઓ વોચ રાખશે અને જરૂર જણાય તો દવા લેવા આવનારનું અને જેના માટે શરદી-તાવની દવા લઈ જવામાં આવી રહી છે તે તમામ કુટંુબીજનોનો કોરોના ટેસ્ટ કરાશે. પ્રારંભિક તબક્કામાં ગાંધીનગરથી તેની શરૂઆત કરાશે. પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર ભારે ચિંતામાં મુકાયુ છે.


ત્યારે આ પ્રકારની નવી થીયરી અમલમાં મૂકવાનું નકકી કરાયુ છે. પહેલા કરતા ડબલ સંખ્યામાં રાજયભરમાં કોરોનાના ટેસ્ટીંગ કરવાનું નકકી કરાયુ છે તેને લક્ષમાં લેતા યુધ્ધના ધોરણે કાર્યવાહીની શરૂઆત કરાઈ છે. કોરોનાના સુપર સ્પ્રેડરોને શોધવા કવાયત કરાઈ છે અમદાવાદમાં તો એ.એમ.ટી.એસ- બી.આર.ટી.એસ.ના તમામ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

હવે બસમાં મુસાફરી કરતા મુસાફરોનો ટેસ્ટીંગ કરાઈ રહયો છે. રાજય સરકારના ધ્યાન પર તે વાત પણ આવી છે કે શરદી- ઉધરસ-તાવના લક્ષણો ધરાવતા અનેક નાગરિકો સીધા મેડીકલ સ્ટોર્સમાંથી દવા ખરીદી રહયા છે જાે તેમાંથી કોઈને પણ ‘કોરોના’ હોય તો તેઓ પોતાના ઘરના લોકોની સાથે અનેક લોકોને ઝપેટમાં લઈ શકે છે.

તેથી કોરોના સ્પ્રેડરોને રોકવા માટે અમદાવાદ- ગાંધીનગર સહિતના મેડીકલ સ્ટોર્સમાં શરદી-તાવ કે ખાંસીની દવા લેવા આવનારા લોકોની તપાસ કરાશે. તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે પણ જે દર્દી માટે દવા લઈ જાય છે તેના નિવાસ્થાને જઈને ટેસ્ટ કરાશે. જરૂર પડે અન્ય કૌટુંબિક સભ્યોને પણ ટેસ્ટીંગની પ્રક્રિય હેઠળ આવરી લેવાશે.

કેન્દ્ર સરકારે પણ દેશમાં કોરોના ટેસ્ટીંગ વધારવાનું નકકી કર્યુ છે તેને અનુલક્ષીને રાજય સરકારે કોરોના ટેસ્ટની સંખ્યા ડબલ કરવાનું વિચાર્યુ છે અને આ વિચાર અમલમાં મૂકી દેવામાં આવી રહયો છે. તો બીજી તરફ કોરોના સ્પ્રેડરોને શોધવા અભિયાન તે જ કરાયુ છે. સરકાર કોરોનાની ચેઈન તોડવા માંગે છે અને તેથી જ તમામ સ્થળોએ કોરોના સ્પ્રેડરોને શોધવા માટે કોરોના ટેસ્ટીંગની સંખ્યા બમણી કરીને આ અભિયાનને તેજ કર્યુ છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા આ સિવાય છૂટકો નથી. કોરોનાના રાજયભરમાં પ્રતિદીન કેસની સંખ્યા ૧૦૦૦ ઉપર પહોંચી રહી છે તો કોરોનાથી થતા મૃત્યુ વધ્યા હોવા છતાં તેને લઈને અત્યારે વાદ-વિવાદ ચાલી રહયો છે પરંતુ કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા રાજય સરકારે કમરકસી છે અને યુધ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.