Western Times News

Gujarati News

સુરત રેલવે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નાઝીમ તલાટીને ડીજીપી દ્વારા સન્માનિત

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા પોલીસનું મનોબળ વધારવા ડીજીપી કમેન્ડેશન ડિસ્ક નામના ચંદ્રક આપવાની પ્રથા શરૂ કરાઈ છે લ.જેમાં પશ્ચિમ રેલવે માં સુરત રેલ્વે ક્રાઈમ બ્રાન્ચ માં ફરજ બજાવતા અંકલેશ્વરના પીએસઆઈ નાઝીમ તલાટી ને પણ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વરના મૂળ વતની અને હાલમાં સુરત પશ્ચિમ રેલવે ક્રાઈમ બ્રાન્ચ માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નાઝીમ એમ તલાટીને ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવતા પોલીસ બેડા સાથે મિત્ર મંડળ માં પણ ખુશીની લાગણી પ્રસરી જાવા પામી હતી.

પીએસઆઈ નાઝીમ એમ તલાટી ૨૦૧૩ ના સીધી ભરતીના પીએસઆઈ છે.તેમની પહેલી પોસ્ટિંગ કોસંબા સુરત ગ્રામ્ય બાદ ઓલપાડ અને સુરત રેન્જમાં ડિટેક્શન પીએસઆઈ તરીકે ફરજ બજાવી ત્યાર બાદ પશ્ચિમ રેલવે વડોદરા ખાતે બદલી થતા એલસીબી સુરત રેલવેમાં હાલ ફરજ બજાવી રહ્યા છે.તેમને રેલવેમાં ધાડ,લૂંટ અપહરણ અને ચોરી જેવા અનડીટેકટ ગુનાઓ શોધવા ખુબજ કહંત પૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

ખાસ કરીને તમને જ્યંતી ભાનુશાલી હત્યા કેસમાં આરોપીઓને પકડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમને સન્માનિત કરવાનો તમામ શ્રેય પોતાના માતા પિતા અને રાજ્યના પોલીસ વડા અને પોતાના ઉચ્ચ અધિકારી અને સ્ટાફને આપ્યો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.