Western Times News

Gujarati News

ગેરકાયદેસર સોનાના સંગ્રહખોરો માટે નવી માફી યોજના લાવશે સરકાર

નવી દિલ્હી, ભારતનું નાણાં મંત્રાલય કરચોરીને રોકવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયત્નોના ભાગરુપે, સોનાના ગેરકાયદેસર સંગ્રહ ધરાવતા દેશના નાગરિકો માટે એક માફી યોજના અંગે વિચારણા કરી રહ્યાં છે. આ વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી દરખાસ્ત હેઠળ સરકાર બિનહિસાબી કિંમતી ધાતુ સોનું ધરાવતાં લોકો ટેક્સ અધિકારીઓ સમક્ષ તેની જાહેરાત કરવાની અને દંડની વસૂલાત કરવાની જાેગવાઈ માંગ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું આ પ્રસ્તાવ હાલ પ્રારંભિક તબક્કામાં છે અને સંબંધિત અધિકારીઓના પ્રતિભાવ મંગાવ્યા છે.

ભારતમાં સોનાની હાજર માંગને પહોંચી વળવા અને ઘરો, સંસ્થાઓ દ્વારા સંગ્રહ કરાયેલા આશરે ૨૫,૦૦૦ ટન જેટલી વિશ્વની સૌથી મોટી ખઆનગી સોનાના સંગ્રહને અંકુશમાં લેવાનો પ્રયાસ કરવા અને લોકોને રોકાણ માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડીને આયાત ઘટાડવા માટે મોદી સરકારે વર્ષ ૨૦૧૫માં સરકાર દ્વારા સમર્થિત યોજનાઓનું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનાનો આકર્ષણ ઉત્પન્ન કરવામાં નિષ્ફળ ગઇ કારણ કે લોકો તેમના સોનાના ભાગલા પાડવા ઈચ્છતા ન હતા. સામાન્ય રીતે તે ઘરેણાંના રૂપમાં અને ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતાં હતા. જ્યારે અન્ય લોકો કર અધિકારીઓ દ્વારા દંડ ફટકારવાનો ભય હતો.

તેમણે જણાવ્યું હતું કે, જે ગ્રાહકો પોતાની પાસે રહેલા સોનાના સંગ્રહની માહિતી જાહેર કરે છે તેણે કેટલુંક કાયદેસરનું સોનુ થોડાંક વર્ષાે માટે સરકાર પાસે જમા કરાવવાનું રહેશે. સરકારી વહીવટીતંત્રે ગયા વર્ષે આવી જ યોજના તૈયાર કરી હતી. જાેકે આવકવેરા વિભાગે તે સમયે માફી માટેની કોઈ પણ યોજનાને નકારી હતી. માફી માટેની કોઈપણ દરખાસ્ત જાેખમથી ભરપૂર છે. કારણ કે દેશની સર્વાેચ્ય અદાલતે ચુકાદો આપ્યો છે કે યોજનાનો પ્રમાણિક વેરા ભરનારાઓને દંડ કરે છે તેવી ટીકા બાદ ભારતીય સંપૂર્ણમાફીનો દાવો કરી શકશે નહીં. જાે કે, આ મુદ્દે કોઈ ટિપ્પણી માટે નાણાં મંત્રાલયના પ્રવક્તા ઉપલબ્ધ નહોતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.