Western Times News

Gujarati News

કોરોનાગ્રસ્ત દર્દી વેન્ટિલેટર પર છે તેથી અતિ ગંભીર છે તેવું ન હોયઃ નિષ્ણાંત ડોક્ટર

પ્રતિકાત્મક

વેન્ટિલેટરના પાંચ તબક્કા હોય છે
અમદાવાદ,  કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીને વેન્ટિલેટર પર રખાય છે ત્યારે સગા-વ્હાલાં ચિંતામાં મુકાઈ જાય છે, જાેકે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના વડા ડો. શૈલેષ શાહ કહે છે કે, દર્દી વેન્ટિલેટર પર છે એટલે અતિગંભીર હાલતમાં છે તેવું હોતું નથી. કોરોનાની અસર દર્દીના ફેફસાં પર મહદઅંશે થાય છે, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે અથવા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે તેને ઓક્સિજન પર રાખવું જરૂરી બની રહે છે. વેન્ટિલેટર ના પાંચ તબક્કા હોય છે.

પહેલો તબક્કો
શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સામાન્ય માત્રા કરતા ઘટતું જણાઈ આવે તેવી વ્યક્તિમાં નેઝલ પ્રોંગ એટલે નાકમાં બે નળી નાંખીને ઓક્સિજન આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન સેચ્યુરેશનનું પ્રમાણ ૯૩ સુધી જાળવવામાં આવે છે. આ તબક્કામાં ૪૦ ટકાથી ૬૦ ટકા સુધી  જાળવી શકાય છે.

બીજાે તબક્કો
બીજા તબક્કામાં જ્યારે હ્લૈર્ંં૨ની જરૂરીયાત વધારે જણાઈ આવે ત્યારે દ્ગઇમ્સ્ (નોન રી બ્રિધિંગ માસ્ક) લગાડવામાં આવે છે કે જેમાં ફક્ત મોં અને નાક કવર થાય તે રીતે માસ્ક મૂકી ઓક્સિજન આપવામાં આવે છે.જે માસ્કમાં રીઝર્વ બેગ પણ જાેડાયેલી હોય છે જેમાં ૬ થી ૧૫ લિટર ઓક્સિજન આપી તેનું પ્રમાણ ૯૦ થી ૯૫ ટકા સુધી જાળવી શકાય છે.

ત્રીજાે તબક્કો ત્રીજા તબક્કામાં હાઇ ફ્લો નેઝલ ઓક્સિજનેશન એટલે કે નાક દ્વારા જ ઓક્સિજન આપવામાં આવે છે જેમાં ઓક્સિજનનો ફ્લો વધારે રાખવામાં આવે છે.તેમાં હ્યુમિડીફાયર હાઈ ફ્લો સાથે જાેડવામાં આવે છે. આ તબક્કામાં દર્દી સભાન અવસ્થામાં હોય છે જેમાં નેઝલ કેન્યુલા દ્વારા ૧૦ થી ૭૫ લિટર સુધી ઓક્સિજનનો ફ્લો આપી શકાય છે. આ તબક્કામાં હ્લૈર્ંં૨નું પ્રમાણ ૪૦ ટકા થી ૧૦૦ ટકા સુધી જાળવી શકાય છે આ તબક્કો દર્દીને વધારે માફક આવે છે.

ચોથો તબક્કો
આ ત્રણેય ઓક્સિજનના તબક્કા પછી પણ સ્થિતિ નિયંત્રણમાં ન રહે અને દર્દીની હાલત ગંભીર બનતી જણાય ત્યારે ચોથો તબક્કો એટલે કે બાય પેપ માસ્ક એમાં પણ નોન ઇનવેઝિવ વેન્ટિલેટર કે જેમાં શ્વાસનળીમાં નળી નાંખ્યા સિવાય માસ્ક દ્વારા વેન્ટીલેટરથી દર્દીને શ્વાસ આપવામાં આવે છે.જેમાં બે અલગ અલગ દબાણ રાખી દર્દીને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસમાં મદદરૂપ બને તે રીતે તબક્કાવાર ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. જેમાં કૃત્રિમ રીતે ૪૦ ટકા થી ૧૦૦ ટકા સુધી ઓક્સિજન પ્રેશર નક્કી કરી શકાય છે. આ તબક્કામાં  (દર્દીને સભાન અવસ્થા) જાળવી શરીરમાં જીર્ઁં૨નું પ્રમાણ વધારી શકાય છે.

પાંચમો તબક્કો –આ તમામ તબક્કાઓમાં છેલ્લે ઇનવેઝિવ વેન્ટીલેટરનો તબક્કો ખૂબ જ સંવેદનશીલ અને પડકારજનક રહેલો છે. આ તમામ તબક્કાઓ પછી પણ શરીરમાં ઓક્સિજનનુ઼ં પ્રમાણ ન જળવાય, દર્દી બેભાન કે અર્ધબેભાન અવસ્થામાં પહોંચી જાય, શરીરમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં સમતોલન ન જળવાય ત્યારે છેલ્લા ઉપાય તરીકે દર્દીને ઇન્ટ્યુબેશન કરીને એટલે કે ટ્રેકીયા (શ્વાસનળીમાં) નળી નાંખીને, તે નળીને વેન્ટીલેટર સાથે જાેડીને દર્દીને સંપૂર્ણપણે વેન્ટીલેટરથી શરીરમાં ઓક્સિજન પહોંચતું કરવામાં આવે છે.આ ઈન્ટ્યુબેટ પ્રક્રિયામાં દર્દીના ફેફસાને નુકસાન ન પહોંચે તે રીતે સમગ્ર પધ્ધતિ હાથ ધરવામાં આવે છે. પરંતુ વૈશ્વિક રેકર્ડ પ્રમાણે છેલ્લા તબક્કામાં પહોંચ્યા બાદ વ્યક્તિના જીવ બચવાની શક્યતાઓ ઘણી ઓછી રહેલી હોવાનું જાેવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.