Western Times News

Gujarati News

મહિસાગર જિલ્લામાં રવિવારે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

પ્રતિકાત્મક

હાલ ૧૧૭ દર્દીઓ સારવાર હેઠળ-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૩૯૨ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા-હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૪૯૫ વ્યક્તિઓને રાખવામાં આવ્યા

લુણાવાડા, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

અત્યાર સુધીમાં તારીખ  ૦૨-૦૮-૨૦૨૦ ના સાંજના ૫ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના ૪૨૪ કેસ પોઝીટીવ નોધાયેલ છે.   આજે લુણાવાડા અર્બનના બે પુરૂષ અને એક સ્ત્રી તેમજ બાલાસિનોર અર્બનના ૧૦ પુરૂષ અને આઠ સ્ત્રીઓ, સંતરામપુર અર્બનના બે પુરૂષે  કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરતાંઅત્યાર સુધીમાં કુલ ૨૮૧ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૨૪ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૬ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૯૩૯૨ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૯૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૯ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૩ દર્દી અલ હયાત ગોધરા, ૨ દર્દી બરોડા હેલ્થ કેર વડોદરા,  ૧૧ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૧ દર્દી સુકુન હોસ્પિટલ વડોદરા, ૧૬ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૭ હોમ આઇશોલેશન, ૦૧ કરમસદ મેડિકલ કોલેજ આણંદ, ૮ દર્દી પ્રાઈવેટ હોસ્પિટલ અમદાવાદ, ૧ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા, ૧ દર્દી રાધા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વડોદરા, ૭ દર્દી શિતલ નર્સિંગ કોલેજ(ccc), ૫ દર્દી એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા, ૧ દર્દી મોડેલ સ્કુલ દિવડા (ccc), ૧ દર્દી મુળજી પટેલ હોસ્પિટલ નડિયાદ  ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ  દર્દીઓ પૈકી ૧૧૨ દર્દીઓ સ્ટેબલ અને ૦૫ દર્દીઓ ઓક્સિજન પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.