Western Times News

Gujarati News

પ્રાંતિજ માં મોડી સાજે એક સમાજ ના બે જુથો વચ્ચે બોલાચાલી બાદ જુથ અથડામણ  

પ્રાંતિજ પોલીસે ધટના સ્થળે જઈ મામલો થાળે પાડયો. : સામસામે પોલીસ ફરિયાદ થઈ.

પોલીસે કુલ ૨૫ વિરૂદધ જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેર નામા નો ભંગ કરનાર વિરૂધ્ધ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી.

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં રાત્રીના સમયે હોર્ન વગાડવા ને લઈને મુસ્લિમ સમાજ ના બે જુથો વચ્ચે સામ- સામે  બોલાચાલી બાદ મામલો બિચકાતા  પ્રાંતિજ પોલીસ ધટના સ્થળે જઈ મામલો થાળે પાડયો હતો તો સામસામે ફરીયાદ થતા પ્રાંતિજ પોલીસે બન્ને પક્ષે કુલ- ૨૫ વિરૂદધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથધરી છે .

પ્રાંતિજ ખાતે મોડી સાંજે એકજ સમાજના બે જુથો વચ્ચે હોર્ન વગાડવાને લઈને બે જુથો સામસામે બોલાચાલી બાદ મારમારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ધર સળગાવી દેવાની ધમકી આપી જાહેરમાં લાકડી વડે હુમલો કરી બન્ને પક્ષે એક સપ થઇ મંડળીઓ રચી જાહેરમાં જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ ના જાહેર નામા નો ભંગ કર્યો હતો તો મુસ્લિમ સમાજ ના એકજ કોમના બે જુથો વચ્ચે બોલાચાલી ને લઈને પ્રાંતિજ પીઆઇ પી.એલ.વાધેલા ને ધટના ની જાણ થતા પ્રાંતિજ પોલીસ કાફલા સાથે તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડયો હતો તો બન્ને પક્ષે સામસામે ફરીયાદ નોધાઇ હતી જેમાં ફરીયાદી મોહમંદ અદનાન અબ્દુલ વ્હોરા ઉ.વર્ષ-૨૪ રહે વ્હોરવાડ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ૧૨ વિરૂદધ પોલીસ ફરીયાદ કરી હતી જેમાં (૧) મહારૂપ શેખ નો નાનો ભાઇ જેનું નામ ખબર નથી (૨) અમ્માર શેખ નો ભાઇ (૩)અમ્માર શેખ (૪) મહારૂપ શેખ (૫) મુન્નાભાઈ રીક્ષાવાળા (૬) ઇકબાલભાઇ ડ્રાઈવર  (૭) યુનુસભાઇ જે તમામે તમામ રહે પઠાણ વાડા તથા બીજા પાંચેક અજાણ્યા ઇસમો જેઓના નામ સરનામા ખબર નથી એમ ૧૨ વિરૂદધ ફરીયાદ થઇ હતી તો સામે પક્ષે પણ ફરીયાદી મુનાફમીયા ઉર્ફે મુન્નાભાઈ મહેબુબમીયાં શેખ રહે. શેખવાડા દ્વારા ૧૩ વિરૂદધ ફરીયાદ કરી હતી જેમાં (૧) અસ્લમભાઇ લાકડાવાલા (૨) સઇદભાઇ ભાણાવાલા (૩) સફીભાઇ ઉર્ફે ગેરેજવાલા (૪)સજજાદ ચોખાવાલા (૫) અદનાન વોટસેપ સ્ટોર વાળા (૬) વાહીદ ભાઇ કટલરી વાળા (૭) નિજામ જાખુવાળા (૮) શાહરૂખ ભાઇ સુરતી તમામ રહે.વ્હોરવાડ તથા અન્ય પાંચેક માણસો મળી કુલ ૧૩ વિરૂદધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં પોલીસ ફરિયાદ થઈ હતી તો પ્રાંતિજ પોલીસે બન્ને પક્ષે થઇ ને કુલ-૨૫  બન્નેપક્ષેઆઇપીસીકલમ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩,૫૦૪, (૨)
૧૮૮તથા જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી હતી જેમાં રાત્રી દરમ્યાન કેટલાક ની અટકાયત કરી હતી તો આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.ચાવડા દ્વારા હાથધરવામા આવી છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.