Western Times News

Gujarati News

ઈરાને કોરોનાથી થયેલા મોતના આંક છુપાવ્યા હોવાનો ઘટસ્ફોટ

Files Photo

તહેરાન: એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને કોરોના વાઈરસથી મરનારની સંખ્યાને મોટા પાયે છુપાવી છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે ૨૦ જુલાઈ સુધી ઈરાનમાં ૪૨ હજાર લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર ૧૪,૪૦૫ મોતની વાત કહી રહ્યા હતા. હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા ૩૦૯,૪૩૭ જણાવી રહી છે અને મૃતકોની સત્તાકીય સંખ્યા માત્ર ૧૭,૧૯૦ જોવા મળી રહી છે પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦ જુલાઈ સુધી જ સંક્રમિતની સાચી સંખ્યા ૪૫૧,૦૨૪ થઈ ચૂકી હતી.

ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ૧૮ જુલાઈએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે પોતાની જ સરકારના આંકડાઓથી અલગ દાવો રજૂ કર્યો હતો. રૂહાનીએ કહ્યુ હતુ કે ઈરાનમાં ૨.૫ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકે છે. રૂહાનીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ આંકડો સ્વાસ્થ્ય મંત્રાલયના એક આકલનમાં સામે આવ્યો છે. ચીનના વુહાન શહેરથી ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસે વિશ્વના અનેક દેશોને પોતાના ભરડામાં લીધા છે. માર્ચ મહિનામાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ કુલ વસ્તીના ૭૦ ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે તેવો ભય વ્યક્ત કર્યો હતો. જ્હાૅન હોપકિન્સ યુનિવર્સિટીએ પ્રગટ કરેલા લેટેસ્ટ આંકડા મુજબ દુનિયાભરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંકડો એક કરોડ પંચોતેર લાખથી વધુ થઇ ગયો હતો. કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છ લાખ અઠ્‌યોતેર હજાર પર પહોંચ્યો હતો.

કોરોનાની રામબાણ કે અકસીર કહેવાય એવી કોઇ સચોટ રસી યા સારવાર હજુ વૈજ્ઞાનિકો શોધી શક્યા નહોતા. યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એંજિનિયરીંગ (ઝ્રજીજીઈ) એ પોતાના લેટેસ્ટ અપડેટમાં આ વિગતો જણાવી હતી. આજે શનિવાર પહેલી ઑગષ્ટે સવાર સુધીમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોનો આંકડો એક કરોડ પંચોતેર લાખ સોળ હજાર બસો ચોસઠ અને કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો છ લાખ અઠ્‌યોતેર હજાર બસો છવ્વીસ પર પહોંચ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.