Western Times News

Gujarati News

લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને રક્ષાબંધન પર્વના દિવસે સ્ટાફ બહેનો દ્રારા રાખડી બાંધી

લુણાવાડા: વૈશ્વિક મહામારી કોરોનાનો વિકટ સમય ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહિત રાજય  તેનો સામનો કરી રહયું છે ત્યારે લુણાવાડાના  જનરલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દીઓના ચહેરા પર રક્ષાબંધન પર્વના દિવસે પોતાની બહેનની યાદમા  નિરાશા જોવા મળી હતી તેવા સમયે સરકારી દવાખાનામાં ઘટેલી ઘટનાએ રક્ષાબંધનની ભાવનાને નવા આયામો આપ્યાં છે.

લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં કોરોના દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા ડૉ જીગરપટેલ, ફીઝીશીયન, ડૉ નિનામા મેડીકલ ઓફીસર, મેટ્રન સિસ્ટર પુષ્પાબેન પારગી, સિસ્ટર મીનાબેન ડી. બારીઆ તથા રીટાબેન પ્રજાપતિ તેમજ બિનલબહેન પટેલ  લુણાવાડા જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં કામ કરી રહયાં છે.

ત્યારે મેટ્રન સિસ્ટર પુષ્પાબેન પારગી, સિસ્ટર મીનાબેન ડી. બારીઆ તથા રીટાબેન પ્રજાપતિ તેમજ બિનલબહેન પટેલએ કોરોનાના દર્દીઓને રાખડી બાંધતા  કોવિડના દર્દીઓના  ચહેરા પર ખુશી જોવા મળી હતી અંદાજીત કોરોનાની સારવાર લઈ રહેલા ત્રીસ દર્દીઓને રાખડી બાંધી દર્દીઓની ખુશીમાં અનેક ગણો વધારો કર્યો  તેમ જણાવતાં કહે છે કે આજે રક્ષબંધન પૂનમ હતી અને અમે અમારા ભાઈઓને રાખડી બાંધવા જવાની સ્થિતિમાં ન હતા.

એટલે અમે સારવાર હેઠળના કોરોના દર્દીઓને જ ભાઈ ગણી,એમને રાખડી બાંધી,અમારી ફરજના સ્થળે જ પર્વની ઉજવણી કરી છે.અહી ના તમામ દર્દીઓ સાજા અને સારા થઈને જાય એ જ શુભકામનાઓ અમે પાઠવી છે. નિર્મળ સ્નેહના પવિત્ર પર્વ ને ફરજ સાથે જોડીને નવો આયામ આપનારી આ કર્મયોગી બહેનો સાચે જ અભિનંદન ને પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.